અમદાવાદ: ગુટખા ખાવા બાબતે ચાર શખ્સોએ પોતાના જ મિત્રને રહેંસી નાખ્યો

ગુટખાની પડીકી ખાવાના મુદ્દે મિત્રએ જ મિત્રને જાહેરમાં રહેંસી નાંખ્યાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. 15 જુલાઈની રાત્રે વાડજ સ્મશાન ગૃહ નજીક પરીક્ષિત નગરમાં રહેતા વિજય વાઘેલા નામના યુવકની વિમલ ગુટખા ખાવા મામલે ચાર શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મોડીરાત્રે બનેલા આ બનાવ મામલે વાડજ પોલીસે ત્રણ શખ્સ એવા પૂનમ મકવાણા તેના ભાઈ રવિ મકવાણા અને વિશાલ ચૌહાણની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ અને મૃતક પડોશમાં જ રહેતા અને સારા મિત્રો હતા. ગતરાત્રે વિજય જ્યારે પોતાના કામથી પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓ પરિક્ષિત નગર પાસે ઉભા હતા. જ્યાં મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે તકરાર થઇ હતી. તકરાર થતા સ્થાનિક લોકો દોડી આવ્યાં અને મામલો થાળે પાડ્યો હતો.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી