ગોંડલના ભરૂડી ટોલનાકા પર ચાર શખ્સોએ કર્મચારી પર કર્યો હુમલો: જુઓ CCTV Video

કર્મચારી પર સળિયા તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો

ગોંડલ નજીક આવેલ ભરૂડી ટોલનાકા પર બે અજાણ્યા શખ્સોએ ટુ વ્હીલર પર આવી ટોલ પ્લાઝા કર્મચારી પર હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ ફોન કરતા ગાડીમાં બીજા ત્રણ ચાર શખ્સો ધસી આવ્યા હતા અને તમામ લોકોએ કર્મચારી પર સળિયા તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર ગઈકાલે રાતે પીપળીયા ગામના શખ્સોએ ટોલનાકા પર આવીને કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કહ્યું કે અમે બાજુના ગામના છીએ અમે ગમે તે કરીશું. જેથી મામલો ઉગ્ર બન્યો હતો. હુમલાખોરોએ ટોકનાકાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. 

મળતી માહિતી અનુસાર ગત રાતે પોણા 10 વાગ્યે 2 વ્યક્તિ ટુ વ્હીલર એક્સેસ લઈને લાઈન નંબર 3માંથી આવ્યાં હતા. જેમાંથી એકનું નામ રણજિત ભરવાડ હતું જે પીપળીયા ગામનો રહેવાસી છે. જે નીચે ઉતરીને લાઈન નંબર 1ના બુથ પર ટોલ કર્મચારી ભુપેન્દ્ર ચૌહાણને અચાનક મારવા લાગ્યો હતો. એ જ સમયે બાજુમાં ઉભી રહેલા ટ્રકમાંથી રણજીત ભરવાડ નામના શખ્સે લોખંડનો સળિયો લઈને કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં કર્મચારીને બુથમાંથી બહાર કાઢીને ઢોરમાર માર્યો હતો.

જે બાદ આ શખ્સોએ ફોન કરીને પીપળીયામાંથી તેના માણસોને બોલાવ્યાં હતા. જે બાદ લગભગ 7 મિનિટ બાદ એક કાર રોંગ સાઈડમાં આવી હતી. જેમાં 3થી 4 જેટલા ઈસમો નીચે ઉતરીને ફરીથી કર્મચારીઓને માર મારતા જોવા મળ્યાં હતા. તેમજ ટોલ પ્લાઝા બંધ કરી દેવા જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે અમે બાજુના ગામના લોકલ છીએ અમને ગમે એમ કરીશું અને બીભત્સ ગાળો આપી કહ્યું સવારે આવીને અમે જોઈ લેશું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 323, 504 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 34 ,  1