અમદાવાદ : સરદારનગરના ASI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ, પાંચ PIની આંતરિક બદલી

અમદાવાદ DCP ઝોન 4એ ફરજમાં નિષ્કાળજી બદલ ચાર પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ શહરેમાં ફરજ દરમિયાન બેદરકરી તેમજ નિષ્કાળજી બદલ ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 5 PI ની આંતરિક બદલી કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સરદારનગરના ASI રઘુ ભરવાડને પિસ્તોલ ચોરી થવા મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ASI રઘુભાઈ ભરવાડ છેલ્લા 3 વર્ષથી સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમના પાસેની સર્વિસ રિવોલ્વર છેલ્લાં એક અઠવાડિયાથી ક્યાંક ગુમ થઈ ગઈ છે. ASIએ આ મામલે તેમના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને કોઈ જાણ કરી ન હતી. જો કે શોધખોળ બાદ પણ રિવોલ્વર ન મળતા આખરે તેમણે ફરિયાદ દાખલ કરી હતી. બેદરકારી બદલ ઉચ્ચ અધિકારી દ્વાર તેમણે જવાબદારી પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

આ સાથે મહીસાગરમાં દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયેલા કોન્સ્ટેબલ અલ્પેશ દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ અલ્પેશ દરજીએ ખાખીને બદનામ કરવાનું કામ કર્યુંં હતું. અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવી અમદાવાદમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતી. જો કે બાતમીને આધારે મહીસાગર પોલીસે તેમણે રંગે હાથ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

કૃષ્ણનગર પો.સ્ટેશનના બે પોલીસકર્મીને પણ બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુષ્કર્મના આરોપી સુનિલ ભંડેરીની ધરપકડ બાદ કોરોના ટેસ્ટ માટે સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષામાં તૈનાત બે પોલીસકર્મીઓને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસ કર્મી વનરાજ અને દિનેશ નામના આ બંને પોલીસ કર્મીઓ ની બેદરકારીને કારણે આરોપી સુનિલ ભંડેરી ફરાર ફરાર થયો હતો. જોકે બાદમાં સુનિલ ભંડેરીને ઝડપી લેવાયો હતો. પરંતુ ફરજમાં નિષ્કાળજી દાખવવા  બદલ ડીસીપીએ સસ્પેન્શન ની કાર્યવાહી કરી છે.

શહેરના પાંચ પોલીસ ઇન્સપેક્ટર્સની આંતરિક બદલી

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 5 પીઆઈની બદલી કરી છે. માધવપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ વી. એન. રબારીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં, ટ્રાફિક પીઆઈ જે. એલ. ચૌહાણને મેઘાણીનગર સિનિયર પીઆઈ તરીકે, ડી. જે. ચુડાસમાને મેઘાણીનગર સેકન્ડમાંથી સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ તરીકે, સરદારનગર સેકન્ડ પીઆઈ એમ. બી. બારડને માધવપુરા સિનિયર પીઆઈ તરીકે, આર. એ. જાદેવને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાંથી ટ્રાફિક એલ ડિવિઝનમાં મુકાયા છે.

 162 ,  1