September 22, 2020
September 22, 2020

સુરત : દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ, PI બોડાણા સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

દુર્લભ પટેલ આપઘાત કેસમાં PI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

સુરતમાં દુર્લભભાઈ આપઘાત કેસમાં રાંદેર પોલીસ પીઆઇ એલ.પી. બોડાણા, બે કોન્સ્ટેબલ અને ASIને સસ્પેન્ડ કરાયા છે. સાયણ સુગરના માજી ડિરેક્ટર દુર્લભ પટેલના સુસાઇડ નોટમાં પીઆઇનો ઉલ્લેખ હતો. DCP પન્ના મોમાયાએ દુર્લભ પટેલના મોટા પુત્ર ધર્મેશ પટેલની 6 કલાક સુધી પુછપરછ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ પીઆઇ બોડાણા સહિત ચાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુરતના રાંદેર રોડ ઉપર આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને માંડવીના ખંજરોલી ગામે આવેલ જલારામ સ્ટોન ક્વોરીના વ્યવસાય સાથે સંકળાયેલા સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલે ગત 7 સપ્ટેમ્બરના રોજ ખંજરોલી ગામે આવેલ તેમની સ્ટોન ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં રાંદેરના પી.આઈ લક્ષ્મણસિંહ બોડાણા સહિત 11 વ્યક્તિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.

સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે નોકરી કરી આપવાનું કહ્યું હતું. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું.

જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. 

આ મામલે પો. કમિશનર અજયકુમાર તોમરે PI લક્ષ્મણસિંહ બોડાણા, ASI કિરણસિંહ બાબરસિંહ, કોન્સ્ટેબલ અજય ભોપાળા અને ઉધનાના કોન્સ્ટેબવ વિજય શિંદેને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર