અમદાવાદની ચાર મહિલાને રાજકોટ પોલીસની ‘કડકાઈ’નો કડવો અનુભવ

 ઝોન-1 DCPએ કહ્યું-કોન્સ્ટેબલ સામે પગલાં લઈશું

ગૃહમંત્રીના નિવેદન બાદ રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી

રાજકોટમાં ટ્રાફિક પોલીસે અમદાવાદની એક મહિલા વાહનચાલકને અટકાવી ગાડીના કાગળો માગ્યા હતા. આ સમયે ગાડી ચલાવતી મહિલાએ પણ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલનું આઈકાર્ડ માંગ્યુ હતુ. અને પછી સમગ્ર મામલે વિવાદ ઘર્ષણ સર્જાયું.

આ સમગ્ર ઘર્ષણ દરમિયાન ટ્રાફિક પોલીસે મહિલાનું વાહન ડિટેઈન કરી દીધું હતું. વાટન ટો કરવામાં આવ્યું અને બાદમાં આ જોઇને મહિલા ભર બજારમાં રડી પડી. મહિલાને રડતા જોઈ લોકો ભેગા થઇ ગયા હતા. આ દ્રશ્યો જોઈ આજૂબાજૂ ટોળુ ઉમટ્યું હતુ. તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે લોકોએ વિરોધ કર્યો હતો.

એક તરફ, રાજ્યના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિકકર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે. ગઈકાલે અમદાવાદની ચાર મહિલાએ અનુભવ કરી લીધો હતો, જ્યાં મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ડ માગ્યું તો તેણે રોષે ભરાઈને મહિલાઓની કાર ટો કરાવી હતી. પરિણામે, મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પણ પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતાં ત્યાં ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ, જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે, તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માગતાં જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકૂટ થઈ હતી.

આ દરમિયાન મહિલાઓ કોઈપણ રીતે કારમાંથી ઉતારવા તૈયાર થઈ ન હતી. આખરે ટોઈંગ વાન મગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું ત્યારે પણ તેઓ કારમાંથી ઊતરી નહોતી. આ મહિલાઓના પક્ષ દ્વારા જણાવાયું હતું કે કારમાં બેઠેલી એક મહિલાની માનસિક હાલત બરાબર નથી, આમ છતાં ટ્રાફિક-પોલીસે તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. એક તબક્કે તો જેની માનસિક હાલત ખરાબ જણાવાતી હતી તે મહિલા કારમાંથી ઊતરી દોડી પણ હતી. મહામહેનતે તેને પરત લવાઈ હતી.

પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે

આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 – પ્રવીણકુમાર મીણાએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસના વાઇરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. જો કોન્સ્ટેબલનો વાંક હશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જે પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી