દહેગામ નજીક રાયપુર કેનાલમાં અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા

જન્મદિવસની ઉજવણી કરવી પડી ભારે, શોધખોળ યથાવત

દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે ભર બપોરે ચાર યુવકો પાણીમાં ગરકાવ થતા આસપાસના સ્થાનિક રહીશોના ઘટનાસ્થળ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી બીજુ આ બનાવની જાણ થતા બહીયલ ગામના તરવૈયાઓ તેમજ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવકોની શોધખોળની કવાયત હાથ ધરી હતી જોકે, હજી સુધી એકેય યુવકોનો પતો મળ્યો નથી.

આ બનાવની વિગત પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે એક વાગ્યાની આસપાસ આ ચારેય યુવકો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગઈ હતા. આ દુર્ઘટના બન્યાના 3 કલાક પછી તરવૈયાઓ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી જોકે. હજી સુધી કોઈ કેનાલમાં ડૂબી જનાર યુવકોનો અતો પતો મળ્યો નથી.

રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર રાયપુરથી આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં ભર બપોરે ચાર યુવકો ડૂબી જવાની ઘટનામાં અનકે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક યુવક ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા માટે બીજો અને ત્રીજો અને ચોથો યુવક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હશે તેવી અટકળો ચાલી રહી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી