September 25, 2022
September 25, 2022

ફ્રાન્સ, બ્રિટનને પછાડી દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે!

ઈન્ડિયન ઈકોનોમી ઉભરવા લાગી

દેશ-વિદેશમાં કોરોના મહામારીના પગલે અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે ધંધા-રોજગાર, વેપાર શરૂ થતા મહામારીના કારણે થયેલા નુકસાનથી હવે ઈન્ડિયન ઈકોનોમી ઉભરવા લાગી છે અને પાછી રફ્તાર પકડવા લાગી છે. ભારત જલ્દી જ ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. એક તાજેતરના રિપોર્ટ અનુસાર ફ્રાંસ નવા વર્ષમાં જ્યારે બ્રિટન 2023માં ભારતથી પાછળ છૂટી જશે. જોકે દુનિયાની ઉપર આર્થિક મંદીનુ પણ જોખમ મંડરાઈ રહ્યુ છે.

કોરોના કારણે ટોપ-5માંથી ભારત બહાર ફેંકાયુ હતું
રિપોર્ટ અનુસાર ભારતની ઈકોનોમી ગ્રોથ ફરી રફ્તાર પકડી રહી છે. જલ્દી જ ભારત, ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડીને જીડીપીના ટોપ ફાઈવમાં સ્થાન પાછુ મેળવ્યુ છે. કોરોના મહામારીની ચપેટમાં આવ્યા પહેલા ભારતે ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડી દીધુ હતુ. જોકે બાદમાં મહામારીના કારણે ઈન્ડિયન ઈકોનોમીના ગ્રોથ પર ના માત્ર બ્રેક લાગશે, પરંતુ જીડીપી ગ્રોથ રેટ જીરોથી નીચે ચાલ્યો ગયો. આનાથી ભારતે ટોપ-5 ઈકોનોમીમાંથી થવાનો ખિતાબ ગુમાવ્યો.

ફ્રાંસથી થોડો જ પાછળ છે ભારત
અત્યારે ભારત, બ્રિટન અને ફ્રાંસ ત્રણેય જ ત્રણ ટ્રિલિયન ડોલરથી ઓછી જ ઈકોનોમી છે. ફ્રાંસની સાથે ભારતનુ અંતર ઘણુ ઓછુ છે અને બંને 2.7 ટ્રિલિયન ડોલરથી પાછળ છે, જ્યારે બ્રિટનની જીડીપી 2.7 ટ્રિલિયન કરતા વધારે છે. આગામી વર્ષે ભારતની ઈકોનોમીની સાઈઝ ત્રણ ટ્રિલિયન ડોલરની ઘણી નજીક પહોંચાડવાનુ અનુમાન છે જ્યારે બ્રિટન આ લેવલને પાર નીકળી શકે છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી