ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર, એક મહિના માટે લોકડાઉનની જાહેરાત

ફ્રાન્સમાં પેરિસ સહિત 16 શહેરમાં એક મહિનાનું લોકડાઉન

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ફ્રાન્સના પીએમ જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 શહેરોમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવાર રાતથી ચાર સપ્તાહ સુધી લાગુ રહેશે. જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બરિની તુલનામાં આ વખતે લોકડાઉનમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે.

નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ પોતાના ઘરથી 10 કિલોમીટરથી વધારે દૂર નહીં જઈ શકાય. નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ નાઈટ કર્ફ્યુમાં હાલનો સમય સાંજના 6 કલાકથી વધારીને સાંજે 7 કલાક સુધી કરવામાં આવશે.

આ પહેલા કૈસ્ટેક્સે મંગળવારે કહ્યું હતું કે, દેશ કોરોનાની ત્રીજી લહેરમાં પ્રવેશ્યો છે. બીજી બાજુ વાયરસના નવા સ્ટ્રેને દેશને પ્રભાવિત કર્યો છે. તેમણે સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે, “મહામારી ઓવરટાઈમ કરી રહી છે. આપણ તેને ત્રીજી લહેરની દૃષ્ટિએ જોવું જોઈએ.”

 152 ,  1