ગોતામાં રહેતા બિલ્ડરને લોન આપવવાનું કહી રૂ.16 લાખની ઠગાઈ, નવરંગપુરા પોલીસે શરૂ કરી તપાસ

બંન્ને શખ્સો સામે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાયો

ગોતામાં રહેતા બિલ્ડરને સોસાયટી બનાવવા માટે લોન આપવાનું કહીને ફી પેટે રૂ.16 લાખ મેળવી લોન ન આપવી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે બિલ્ડરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
 
ગોતામાં રહેતા  બિલ્ડર બીન્દેશ આચાર્ય (ઉ.વ.31)ને ધોળકા રોડ પર સઈજ પર સોસાયટી બનાવવા માટે 4 કરોડ રૂપિયાની લોનની જરૂર હતી. જેથી તેમણે તેમના મિત્ર સંદિપ અને ચિરાગને ફોન કરી જાણ કરી હતી. ત્યારે બંન્ને મિત્રોએ બીન્દેશભાઈને જણાવ્યું હતું કે, નવરંગપુરાના સાકાર- 7માં ઓફીસ ધરાવતા આરીફ ઉર્ફે રાજુભાઈ લખાણી અને મનજીભાઈ ઉર્ફે માનસંગભાઈચૌધરી બિલ્ડરોને લોન આપે છે. જેથી બીન્દેશભાઈએ આરીફ અને મનજીને મળી લોન કરી આપવાની વાત કરી હતી. ત્યારે બંન્નેએ ચાર કરોડની લોનના ચાર ટકા લેખે 16 લાખ રૂપિયા ખર્ચો થશે.તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ બંન્નેએ બીન્દેશભાઈના સહી કરેલા કોરા ચેક સહીતના લોન મેળવવા માટેના તમામ ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. જેથી બીન્દેશભાઈને તે બંન્ને પર વિશ્વાસ આવી ગયો હતો.

ત્યારબાદ બંન્નેએ બીન્દેશભાઈ પાસેથી ખર્ચા પેટેના રૂ.16 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ મોર્ગેજ દસ્તાવેજનું ટોકન કેન્સલ  થયેલ છે તેમ કહેવા લાગ્યા હતા. જેથી બીન્દેશભાઈ તેમની ઓફીસ ગયા ત્યારે બંન્નેએ તેમને લોન થઈ જશે તેમ જણાવી પરત મોકલી દીધા હતા. જો કે સમય પસાર થઈ ગયો પણ લોન મળી ન હતી, જેથી બીન્દેશભાઈએ આરીફ અને મનજીને ફોન કર્યો તો તેમનો ફોન બંધ આવતો હતો, જેથી ઓફીસે તપાસ કરવા ગયા હતા. જો કે ઓફીસ પણ બંધ કરી બંન્ને ક્યાંક જતા રહ્યા હોવાનું બીન્દેશભાઈને જાણવા મળ્યું હતું. જેથી

પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાઈ આવતા બીન્દેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આરીફ લાખણી અને મનજી ચૌધરીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર