દહેગામના 41 લોકો સાથે દુબઈ ટૂરના નામે 17.22 લાખની ઠગાઈ

સુરતની​​​​​​​ મહિલા ટૂર ઓપરેટર સામે ફરિયાદ નોંધાવાઈ

દહેગામના 41 લોકોએ દુબઈ ટૂર માટે ભરેલા રૂ. 17.60 લાખ લઈને ટૂર પર ન લઈ જનારી સુરતની મહિલા ટૂર ઓપરેટર સામે ગુનો નોંધાયો છે. ટુર માટે સુરતની શાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે ટૂર પર જવા માટે પૈસા ભરનાર લોકોની ટૂર પણ થઈ ન હતી અને પૈસા પણ પરત મળ્યા ન હતા.

દહેગામના કમલભાઈ પુરૂષોત્તમદાસ અમીને દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ મિત્રો સાથે મળીને અમીન મિત્ર મંડળ નામે મંડળ ચલાવે છે. દર 2 વર્ષે તેમાં જમા થતી રકમમાંથી ટૂર ગોઠવવામાં આવે છે. ત્યારે આ વર્ષે દુબઈ જવાનું નક્કી કર્યું હતું જેમાં તેઓએ ઓળખીતા સચિનભાઈ સોનીને વાત કરી હતી. સચિનભાઈએ સુરતની શાહ ટુર્સ એન્ડ્સ ટ્રાવેલ્સના લીનાબેન શાહ મારફતે ટુર ગોઠવવાની વાત કરી હતી. જેમાં 17 જુલાઈથી લઈને 28 ઓગસ્ટ વચ્ચે ફરિયાદીએ કુલ 17.60 લાખ આપ્યા હતા.

એક બે વખત ટુરની તારીખોમાં ફેરફાર બાદ ટુર થઈ થઈ શકી ન હતી. જોકે લીનાબેન શાહે ટુર કરાવી આપવાની વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ ઘણાબધા ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. પૈસા લેવા છતાં ટુર ન કરી આપનાર અને પૈસા પણ પરત ન કરનાર મહિલા સામે આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી