ઠગાઈ : નિવૃત્ત પોલીસ કર્મચારી પાસેથી 1.51 કરોડ રુપિયા લૂંટ્યા..

વડોદરા પોલીસના નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટને 49 ઠગોએ બનાવ્યા..

લૂંટ અને ચોરીના બનાવો અવારનવાર બનતા જ રહે છે .આવામાં આમ નાગરિકો જ લુંટાતા જોવા મળે છે .પરંતુ હાલમાં જ એક કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે વડોદરાના નિવૃત પોલીસ અધિકારી સાથે ઠગાઈ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે .

જ્યારે પહેલો ફોન કોલ આવ્યો ત્યારે વડોદરા પોલીસના નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે 3.50 લાખનો નિષ્ક્રિય જીવન વીમો આપવાનું વચન આપીને તેમની પાસેથી એક-બે નહીં પણ 49 ઠગો 1.51 કરોડ રુપિયા લૂંટી લેશે. નિવૃત્ત અધિકારી સાથે સપ્ટેમ્બર 2014થી લઈને જાન્યુઆરી 2021 સુધી છેતરપિંડી થઈ છે.

રિપોર્ટ્સ અનુસાર ,આ ઠગો અલગ અલગ હોદ્દા ધરાવીને પોલીસ અધિકારી પાસે આવતા હતા. જેમ કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈન્શ્યોરન્સ એજન્ટ્સ, સીબીઆઈના અધિકારી, ગવર્નિંગ બોડી ઓફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલમાં તેમનો કેસ લડી રહેલા વકીલો, ઈન્ટીગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમના અધિકારીઓ, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ વગેરે.

હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે .

 61 ,  1