GCS હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

23 ઓક્ટોબર સુધી નિશુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન

હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સર માટે દર્દીઓને સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 23 ઓક્ટોબર સુધી નિશુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો દ્વારા કેન્સરની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. જેમાં નિષ્ણાંત કેન્સર ફિઝિશિયન ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને ડો. આભા દુબે તેમજ કેન્સર સર્જન ડો. દેવેન્દ્ર પરીખ, ડો. તનય શાહ, ડો. આદિત્ય જોશીપુરા અને ડો. જોય અબ્રાહમ (હિપેટો-બિલીયરી અને સ્વાદુપિંડના કેન્સરના નિષ્ણાત) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે તથા સુગર, પેશાબ, ક્રિએટિનિન, સોડિયમ, પોટેશિયમ, અને બિલીરૂબિન વગેરે તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 07966048171/ 9313567017 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

 84 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી