GCS હોસ્પિટલ દ્વારા મેમ્કો ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

અંબિકાનગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 170થી વધુ લોકોએ લાભ લીધો

જીસીએસ હોસ્પિટલ દ્વારા 15 માર્ચના રોજ અંબિકાનગરના રહીશોના સહયોગથી અંબિકાનગરની ચાલી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં મેડિસિન-ફીઝીશીયન, બાળકોના રોગોના ડોક્ટર, અને હાડકાં-સાંધાના રોગોના ડોકટરો દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જેમાં અંબિકાનગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 170થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં નિઃશુલ્ક બ્લડ સુગર, બ્લડ પ્રેશર તપાસ તેમજ નિઃશુલ્ક દવાઓની સુવિધા પણ આપવામાં આવી હતી. કેમ્પના લાભાર્થીઓને વધુ સારવાર માટે જીસીએસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કન્સલ્ટેશન અને તપાસનો પણ લાભ મળશે. જીસીએસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજનાના કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન-સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

 33 ,  1