ગુજરાત સરકારનો છાંયડો…! સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત વિના મૂલ્ય છત્રીનું વિતરણ

ફળ-શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓને મફતમાં છત્રીનું વિતરણ

કુલ – 2632 જેટલી છત્રીનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની આવક વર્ષ – 2022માં બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને સુપેરે પાર પાડવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘’સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામા આવેલ છે. વાવણીથી કાપણી અને વેચાણ સુધીની ખેડૂત કલ્યાણની અનેક યોજનાઓ અમલી બનાવીને રાજય સરકાર ખેડૂત અને ખેતીનું જતન અને સંવર્ધન કરી રહી છે.

‘’સાત પગલા ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત એવા ફળ, શાકભાજી, ફૂલપાકો તથા નાશવંત ખેતીપેદાશોનું લારી લઈને રોડ પર વેચાણ કરતા વેપારીઓ અને લારીધારકો, ફેરિયાઓને વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 9 તાલુકા અને અમદાવાદ મહાનગરપાલિકામાથી આવેલ અરજી મુજબ કુલ – 2632 જેટલી છત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે જેનો મૂળ હેતું છે કે ફેરિયાઓની શાકભાજી, ફળ અને અન્ય વસ્તુઓનો આકરા તાપમાં બગાડ થતો અટકે તેમ અમદાવાદ નાયબ બાગાયત નિયામક જે. આર. પટેલે જણાવ્યું છે. જિલ્લાવાર, તાલુકાવાર વિતરણ કરવામાં આવેલ છત્રીઓની સંખ્યા

તાલુકાનું નામ વિતરણ થયેલ છત્રીની સંખ્યા

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 474
  • દેત્રોજ 177
  • દશક્રોઈ 287
  • ધંધુકા 109
  • ધોલેરા 38
  • ધોળકા 613
  • બાવળા 103
  • માંડલ 217
  • વિરમગામ 337
  • સાણંદ 277

 31 ,  1