AMCના કારણે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ

કેસો વધી રહ્યા છે ત્યારે આવા નિર્ણયોથી દર્દીને પડી શકે છે હાલાકી

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1122 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 353 કેસ, અમદાવાદમાં 271, વડોદરામાં 114 અને રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં દર કલાકે 46 ને કોરોના થઈ રહ્યો છે. ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ ક્યાંય હોસ્પિટલોની બેડો પણ ભરાઇ રહી છેે.

અમદાવાદમાં હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવારના બેડ બંધ. હવે મસમોટી રકમ ચૂકવવી પડશે. હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર નહીં થાય. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે. કારણ કે 50 ટકા બેડ માટે મનપાએ ખાનગી હૉસ્પિટલ સાથે કરેલ કરાર રદ કર્યા છે.

અમદાવાદ શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરતી હતી. પરંતુ મહાનગરપાલિકાએ આ હૉસ્પિટલો સાથે કરાર રદ કર્યા છે.

જણાવી દઇએ, અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ રહેશે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. અમદાવાદની AMTS અને BRTS સેવા બંધ આજથી બંધ કરાઈ છે. સાથે જ આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધ રહેશે. આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ રહેશે. 

 12 ,  1