September 26, 2022
September 26, 2022

ફ્રી વાઈફાઈ વાપરો છો? તો તમારો ફોન હેક થઇ શકે છે

ફ્રીમાં મળતી કોઈપણ વસ્તુ સૌને આકર્ષતી હોય છે, પરંતુ તે પોતાની સાથે ઘણા જોખમો લઈને આવે છે. આપણી આસપાસ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આપણને મફતમાં વાઈફાઈની સુવિધા મળી જાય છે, જેમ કે કાફે, રેલ્વે સ્ટેશન, મોલ્સ. જેવા પબ્લિક પ્લેસ પર ખાસ કરીને લોકો ફ્રી વાઈફાઈ વાપરતા જોવા મળે છે. પરંતુ આ ફ્રી વાઈફાઈના પણ કેટલાક જોખમો છે.

જો યોગ્ય રીતે કન્ફીગર નથી તો હેકર્સ સરળતાથી વાઇ-ફાઇ રાઉટર ક્ન્ટ્રોલ કરી શકે છે. તે જાણી શકે છે કે ડેટાનો ઉપયોગ તમે કયા કામ માટે કરો છો. હેકર્સ જાણે છે કે ફ્રી વાઇ-ફાઇ શોધતા લોકોને કન્ફ્યૂઝ કરવાનું સરળ છે. કોલકાતા, દિલ્હી અને મુંબઈ જેવા પ્રથમ કેટેગરીના શહેરોમાં યુઝર્સ લોગ ઇનનું પ્રમાણ અને ડેટા વપરાશ બીજી કેટેગરીના શહેરો કરતાં વધારે છે. હાવરા રેલવે સ્ટેશને એક જ મહિનામાં 4.9 લાખ યુઝર્સ લોગ ઇન થતા હોય તેવા આંકડા પણ સામે આવ્યા હતા.

વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરો. પબ્લિક વાઇ-ફાઇમાં એ તમને સુરક્ષિત રાખે છે. સ્ટાર્ટિંગ પોઇન્ટથી વેબસાઇટ સુધી સિક્યોર કરે છે.

ઘણી સંભાવનાઓ છે કે જ્યારે તમે ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક શોધી રહ્યા છો ત્યારે તમે કોઇ હેકરના નકલી કનેક્શનને પકડી લો. ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરવો હોય તો એવી સાઇટ્સ પર જવાથી બચો, જ્યાં પર્સનલ માહિતીઓ આપવી પડે. બેન્ક એકાઉન્ટ, આધાર નંબર,ઘરનું સરનામું ફ્રી કનેક્શનથી કોઇ સાઇટ્સને આપવાં નહીં.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી