September 18, 2021
September 18, 2021

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં ‘મુસાફરીની આઝાદી’

આ તારીખથી લોકલ ટ્રેનો ફરી શરૂ થશે, જાણો કોણ પ્રવાસ કરી શકશે

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓસરવાની આરે છે. આથી અમુક જિલ્લામાં પ્રથમ તબક્કો તરીકે કરીને કેટલાક પ્રતિબંધો હળવા કર્યા છે, પણ આજે રાજ્યના મુખ્ય પ્રધાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. જે નાગરિકે કોરોના પ્રતિબંધકની બે રસીના ડોઝ લીધા હશે તે નાગરિક સ્વાતંત્ર દિન, 15 ઓગસ્ટ 2021થી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે એવી ઘોષણા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધનમાં કરી હતી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જણાવ્યું કે જે લોકોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા છે ફક્ત તેઓ જ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. બીજી લહેરથી એટલે એપ્રિલથી લોકલ બંધ પડી છે અને હવે કેસોમાં ઘટાડો થતા લોકલ ટ્રેનો ચાલુ કરવાની જાહેરાત કરાઈ છે.

એટલું જ નહીં રસીનો બીજી ડોસ લીધેલાના 14 દિવસ વીતી ગયા હોવા જોઈએ. તેજ પ્રવાસ કરી શકશે. બે ડોઝ લીધા હોય તે નાગરિકને સરકાર દ્વારા તેયાર કરાયેલી ખાસ એપમાં જાણકારી ભર્યા બાદ કયુઆરકોડ એટલે કે ફોટા પાસ ક્યુઆરકોડ ઉપલબ્ધ થશે.

જો કોઈ પાસે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન હોય તો મુંબઈ મહાનગર પાલિકાની તમામ વોર્ડ કચેરીમાંથી પાસ મળશે. એમ તેમણે જાહેર કર્યું હતું. મુખ્ય પ્રધાને સાત દિવસ પહેલા સ્વતંત્ર્ય દિવસથી શુભેચ્છા આપતાં નાગરિકોએ સંયમ રાખવું, ગરદી કરવી નહીં, કોરોના પ્રતિબંધક નિયમોનું પાલન કરવું અને કોરોનાને હદ પાર કરવાની મનમાં જીદ રાખવી એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

આ સિવાય ધાર્મિક સ્થળો, હોટેલ તથા રેસ્ટોરન્ટ બાબતે આવતી કાલે નિર્ણય જાહેર કરાશે. આવતી કાલે રાજ્યના નિષ્ણાતો ટાસ્ક ફોર્સની સાથે બેઠક યોજીને હોટેલ કેટલા વાગ્યા સુધી ખુલ્લી રાખવી તે અંગેનો નિર્ણય જાહેર કરાશે, એમ સ્પષ્ટ શબ્દમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

 100 ,  1