અલકાયદા પર ફ્રાન્સ મોત બનીને તૂટી પડ્યું, એરસ્ટ્રાઇકમાં 50 આતંકીઓને ફૂંકી માર્યા

માલીમાં ફ્રાંસે હવાઇ હુમલો કરી 50 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

ફ્રાંસએ આખરે અલકાયદાના આતંકીઓ પર ખાતમો બોલાવ્યો છે. આફ્રિકી દેશ માલીમાં સક્રિય અલકાયદાના આતંકવાદીઓ પર મોટો હવાઈ હુમલા કરી તબાહી મચાવી દીધી છે. હુમલામાં આશેર 50 ઈસ્લામિક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

ફ્રાન્સના રક્ષામંત્રીના જણાવ્યા મુજબ ફ્રાન્સની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો છે. જેમાં 50 આતંકીઓનો ખાતમો બાલાવ્યો છે. અલ કાયદાએ ફ્રાન્સને ધમકી પણ આપી છે. ફ્રાંસના સંરક્ષણ મંત્રી ફ્લોરેંસ પાર્લેએ માલીની સંક્રમણકાલિન સરકાર સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, માલીમાં ફ્રેંસ એરફોર્સે એક આક્રમક કાર્યવાહી કરી હતી જેમાં 50 જેહાદીઓ માર્યા ગયા હતાં. આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતાં. આ વિસ્તારમાં માલીની સરકાર ઈસ્લામિક આતંકવાદીઓનો સામન્નો કરી રહી છે. ફ્રાંસના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, આ હવાઈ હુમલામાં 30 મોટરસાઈકલો પણ નષ્ટ થઈ ગઈ  હતી.

પશ્ચિમ આફ્રિકાના માલી, નાઈજર વ. દેશોમાં આતંકી સંગઠન IS અને અલ કાયદાના આકાઓ પનાહ લઈ રહ્યા હોવાનું જાણીતું છે. અહીં મોટા પ્રમાણમાં ટ્રેનિંગ કેમ્પ પણ ચાલે છે. ફ્રાન્સે સેટેલાઈટ અને ભૂમિગત જાસુસીની મદદથી બુર્કિના ફાસો અને નાઈજરની માલી સાથે જોડતી સરહદ પર આતંકીઓના એક મોટા જૂથને મોટરસાઈકલ પર પસાર થતું જોયું હતું. ખાતરી કર્યા બાદ ફ્રાન્સે 2 મિરાજ વિમાન અને ડ્રોન વડે હુમલો કરીને તેમનો ખાતમો કરી દીધો છે.

આ ઉપરાંત ચાર આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે. ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાને લઈને છેડાયેલા વિવાદ બાદ અનેક શહેરોમાં આતંકી હુમલાની ઘટના ઘટી. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચેતવણી આપી હતી કે તેઓ હિંસાનું સમર્થન કરતા નથી અને આવા હુમલા કરનારાઓે બરાબર પાઠ ભણાવવામાં આવશે. 

ડ્રોન અને મિરાજનો કરાયો ઉપયોગ

ફ્રાનસ્ની સેનાએ આ એક્શન વેસ્ટ આફ્રિકાના બુર્કિના ફાસો અને નિગેરની બોર્ડર પર લીધુ જ્યાં ફ્રેન્ચ સેના ઈસ્લામિક આતંકવાદ વિરુદ્ધ લડત લડી રહી છે. ફ્રાન્સની સેનાએ અહીં મિરાજ જેટ, ડ્રોનનો સહારો લીધો અને ત્રીસથી વધુ મોટરસાઈકલો બરબાદ કરી. જેના પર આતંકીઓ જઈ રહ્યા હતાં. 

ફ્રાન્સની સરકારના જણાવ્યાં મુજબ આ આતંકીઓને અલ કાયદા સાથે સંબંધ હતો. આ લોકો ગ્રુપ ઓફ ઈસ્લામ એન્ડ મુસ્લિમ સંગઠન માટે કામ કરતા હતા. જે સમયે આતંકીઓ મોટર સાયકલ પર ટોળામાં જઈ રહ્યા હતાં ત્યારે ડ્રોન દ્વારા ફ્રાન્સની સેનાએ તેમને જોયા અને પછી હુમલો કર્યો. 

અલ કાયદાએ ફ્રાન્સને આપી ધમકી

અલકાયદાએ મોહમ્મદ પયગંબરના કાર્ટૂન બનાવવા બદલ લોકોની હત્યાને યોગ્ય ઠેરવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી પણ આપી. મેક્રોને આ કાર્ટૂનને ફ્રિડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેસના આંચળા હેઠળ યોગ્ય ઠેરવતા તેમના નિવેદને મુસ્લિમોને સખત નારાજ કર્યા છે. કટ્ટરવાદીઓ તેમની સામે પડ્યા છે. અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 

અલ કાયદાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મહમ્મદ પયગંબરનું અપમાન કરનારા કોઈની પણ હત્યા કરવી એ દરેક મુસ્લિમનો હક છે. તેણે એવું પણ કહ્યું કે ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર એટલું પૂરતું નથી. બહિષ્કાર કરવો એ ફરજ છે પણ પૂરતું નથી. તેણે એમ પણ કહ્યું કે તે મેક્રોનના નિવેદનનો બદલો લેશે. 

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર