બ્રિટિશ કંપની કેયર્ન એનર્જીને ભારતીય સંપતિઓ જપ્ત કરવા ફ્રાન્સ કોર્ટેનો આદેશ…!!

પેરિસ સ્થિત ભારત સરકારની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી

ભારત સરકારની સાથે બ્રિટનની કેયર્ન એનર્જીનો ટેક્સ વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અંતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો હતો. ફ્રાંસની કોર્ટે બ્રિટનની કેયર્ન એનર્જીને પેરિસ સ્થિત ભારત સરકારની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી આપી છે. આર્બીટ્રેશન કોર્ટે કેયર્નને 1.7 અબજ અમેરિકન ડોલરનો દંડ વસૂલવાનો અધિકાર આપ્યો હતો. આ આદેશ હેઠળ એક ફ્રાંસીસી અદાલતથી ફ્રાંસમાં આવેલ 20 ભારતીય સરકારી સંપતિઓને જપ્ત કરવાની મંજૂરી આપી છે. સૂત્રોએ ગુરૂવારે આ જાણકારી આપી છે.

કોર્ટે ભારત સરકારના પાછલી અસરથી ટેક્સ ચૂકવવાના આદેશને ફગાવી દીધો હતો અને ભારત સરકારને કેયર્ન એનર્જીને ૧.૨ અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે આ રકમ ચૂકવી નથી અને તેણે આ આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી છે.

આ અગાઉ કેયર્ન એનર્જાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તેને ૧.૨ અબજ અમેરિકન ડોલર અને તેના પર વ્યાજ તથા દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો તે વિદેશમાં ભારતની સંપત્તિઓ જપ્ત કરવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકે છે.

ફ્રાંસીસી કોર્ટે 11 જૂને કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપતિઓના અધિગ્રહણનો આદેશ આપ્યો હતો, જેમાં મોટાભાગના ફ્લેટ સામેલ છે અને આ બાબતે કાનુની પ્રક્રીયા બુધવારે સાંજે પૂરી થઈ ગઈ. એક આર્બીટ્રેશન કોર્ટે ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપ્યા હતા કે તે કેયર્ન એનર્જીને 1.2 અબજ ડોલરથી વધુનું વ્યાજ અને દંડ ચૂકવશે. ભારત સરકારે આ આદેશને સ્વીકાર્યો નથી. ત્યાર બાદ કેયર્ન એનર્જીએ ભારત સરકારની સંપતિને જપ્ત કરીને બાકી રકમની વસૂલી માટે વિદેશોમાં કેટલીક કોર્ટમાં અપીલ કરી હતી.

પાંચ દેશોની કોર્ટે કેયર્નની તરફેણમાં આવેલ ટ્રીબ્યુનલ (પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન)ના નિર્ણય પર મહોર લગાવી હતી. તેમાં અમેરિકા અને ઈંગ્લેન્ડની કોર્ટ પણ સામેલ હતી. કેયર્ન બ્રિટનની કંપની છે. તેણે 2007માં ભારતમાં પોતાની કંપનીને લિસ્ટ કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. તેના એક વર્ષ પહેલા કેયર્ન ઈન્ડિયા સાથે ભારતમાં પોતાના કેટલાક એકમોનું વિલય કર્યું હતું. પરંતુ તેનાથી તેના માલિકી હકમાં કોઈ ફેરફાર નહોતો થયો. કેયર્ને તેના માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) પાસે મંજૂરી લીધી હતી.

7 વર્ષ પછી ભારતમાં ટેક્સ ડિપાર્ટમેન્ટે તેના પર કેપિટલ ગેસ ટેક્સની નોટિસ મોકલી. તેણે 2014માં કેયર્નને કહ્યું કે, આઈપીઓ પહેલા તેણે પોતાના કેટલાક યુનિટને કેયર્ન ઈન્ડિયામાં ભેળવ્યા હતા. જેનાથી તેણે કેપિટલ ગેઈન્સ થયો હતો. એટલા માટે તેણે ટેક્સ ચૂકવવો પડશે. કેયર્ન આ બાબતની વિરુદ્ધ કોર્ટે ગઈ. ભારતમાં ટેક્સ ડિપાર્ટમેન્ટે 10 હજાર કરોડથી વધુ બાકીના (કેપિટલ ગેઈન્સ ટેક્સ)ના અવેજમાં કેયર્ન ઈન્ડિયાના 10 ટકા શેરોને પોતાના કબજામાં લીધા હતા. આ કેસની સુનાવણી પછી નેધરલેન્ડમાં હેગની આર્બિટ્રેશન કોર્ટે ભારત સરકાર વિરુદ્ધ નિર્ણય કર્યો. તેણે વ્યાજ સહિત આ રકમ કેયર્નને ચૂકવવાનો નિર્દેશ કર્યો.

 74 ,  1