વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદમાં ત્રિપલ તલાક બીલ ત્રીજીવાર રજૂ

ટ્રિપલ તલાક પર અંકુશ મૂકવા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે નવો ખરડો લોકસભામાં રજૂ કર્યો. આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસ નેતા શશિ થરૂર અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખરડાનો વિરોધ કર્યો. થરુરે કહ્યું કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પરિવાર વિરૂદ્ધ છે, અમે આ બિલનું સમર્થન નથી કરતા. એક સમુદાયને બદલે તમામ માટે કાયદો હોવો જોઈએ. ખરડા પર સોમવારે ચર્ચા થશે.

ત્રિપલ તલાક બિલ મોદી સરકારનું આ સત્રનું મહત્વનું બિલ છે. ગત લોકસભામાં જ્યારે આ બિલ પસાર થયું ત્યારે વિપક્ષે તેમાં સંશોધનની માંગ કરી હતી. કોંગ્રેસના વિરોધ બાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ બિલ મુસ્લિમ મહિલાઓના ન્યાય માટે છે, હું તમામ વિરોધનો જવાબ આપીશ. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ ન્યાય માંગી રહી છે. આ બિલથી તેમની રક્ષા થશે.

નવા બિલમાં આ ફેરફાર કરવામાં આવ્યા હતા…

  • અધ્યાદેશના આધાર પર તૈયાર કરવામાં આવેલા નવા બિલ પ્રમાણે આરોપીને પોલીસ જામીન આપી શકે નહીં. મેજિસ્ટ્રેટ પીડિત પત્નીનો પક્ષ સાંભળ્યા પછી યોગ્ય કારણોના આધાર પર જામીન આપી શકાય છે. તેમને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવીને લગ્ન ટકાવી રાખવાનો અધિકાર છે.
  • બિલમાં જણાવ્યા પ્રમાણે, કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી બાળક માતાની સુરક્ષામાં રહેશે. આરોપીએ તેનું પણ ભથ્થુ આપવું પડશે. ત્રિપલ તલાકનો ગુનો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે પીડિતા અથવા તેના પરિવારજનો ફરિયાદ દાખલ કરાવે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી