આસારામથી લઈ રામ રહિમ અને ઈમરાન ખાનને ભાજપના સભ્ય બનાવ્યા….

ગુજરાત સહિત દેશભરમાં હાલ ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભાજપના સભ્ય બનવા માંગતા વ્યક્તિ માટે એક ટૉલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે. આ નંબર ડાયલ કરીને તેમાં જરૂરી વિગતો ભરીને તમે ભાજપના સભ્ય બની શકો છો. પરંતુ ભાજપના આ અભિયાનને લાંછન લગાડવા માટે અમુક શખ્સો દ્વારા ગુનાહિત રેકોર્ડ ધરાવતા આસારામથી લઈ રામ રહિમના આઈકાર્ડ બનાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે.

આ મામલે અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલે ગુલામ શેખ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે. આ અંગે કમલેશ પટેલે આરોપ લગાવ્યા છે કે BJPના સદસ્યતા અભિયાનને નુકસાન પહોંચાડવા માટે કોઇએ પોતાની કાળી કરતૂતો કરી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી