બોલિવુડ-કાસ્ટીંગ કાઉચથી પોર્નો સુધી..! રોકના જરૂરી હૈ…

બોલિવુડમાં હજુ કેટલા રાજ કુન્દ્રાઓ ફરતા હશે..?

શિલ્પા શેટ્ટી-સમાજમાં ઉજળી અને ધણીના ધંધો..? કાળો મેશ..!

અમિતાભ-અનુપમ-આમિરખાન-અખ્તર.. કોઇ તો બોલો..?

સની લિયોનીનો વિરોધ થયો હોત રાજ કુન્દ્રાઓની હિંમત ખુલી ન હોત.

રાજકપૂરે હિરોઇનના વધુ અંગો બતાવ્યા તો ઉહાપોહ થયો હતો

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

બોલિવુડની ફિલ્મોમાં એક એવો દોર હતો કે હિરો અને હિરોઇને એક બીજા સાથે મળતા બતાવવા માટે પ્રતિકાત્મક રીતે બે ફુલોને એકબીજા સાથે ભેટતા બતાવવામાં આવતા અને હિરો-હિરોઇન ઝાડની આસપાસ ફરતે વળીને પ્રેમ દર્શાવતા. આજે..?

રાજ કુન્દ્રા જેવા સમાજમાં ઉજળા થઇને ફરનારાના કાળા કૂકર્મો બહાર આવ્યાં ત્યારે સમગ્ર બોલિવુડ મૌન…! હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદ ચાલે છે એવા આરોપો થયા તો કેટલાય મચી પડ્યા અને ના ના એવુ નથી તો કોઇએ કહ્યું કે, હાં એવુ છે. સગાવાદ બાદ બોલિવુડમાં માદક પદાર્થોની બોલબોલાના આરોપો થયા અને કેટલાકની ધરપકડ થઇ. ફિલ્મમાં કામ આપવા માટે ડિરેક્ટર કે પ્રોડ્યુસરની સાથે સૂઇ જવાની ફરજ પાડવામાં આવે છે એવા કાસ્ટીંગ કાઉચના આરોપો થતાં આવ્યાં છે.

મી ટુ ઝૂંબેશમાં કેટલાક ખુલ્લા પણ પડ્યા. પરતુ હવે તો બોલિવુડને બિભત્સ ફિલ્મોના પ્રોડકશનમાં ફેરવવાની તજવીજ ચાલતી હોય તેમ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન ( બિઝનેસ કેવો ગંદો અને મેન કેવો..?) રાજ કુંદ્રાની પોલીસે અશ્લિલ ફિલ્મો એટલે કે પોર્નોગ્રાફી ફિલ્મો, સરળ શબ્દોમાં કહીએ તો સની લિયોનીવાળી ફિલ્મો બનાવવા બદલ ધરપકડ થઇ ત્યારે આખા બોલિવુડમાં જાણે કે સોપો પડી ગયો હોય તેમ સૌ કોઇ ચુપ….!

જાણે કે તેમનો પણ ભાંડો ફૂટી જવાનો હોય તે કોઇ કરતાં કોઇએ તેને વખોડવાની તસ્દી લીધી નથી. અને જે ફિલ્મ ઉદ્યોગ મહિલાઓ માટે સલામત ગણાય છે તેમાં શિલ્પા શેટ્ટીનો ઘરવાળો સંઘર્ષ કરવા આવતાં યુવક- યુવતીઓને કેવા ધંધામાં લઇ જતો હતો તે બહાર આવ્યાં બાદ બોલિવુડે ચુલ્લુભર પાની મેં ડૂબ જાના ચાહિયે..એમ નથી લાગતું..?

બોલિવુડમાં જાણે કે આ બાકી હતું તે વિદેશની જેમ વસ્ત્રહિન ફિલ્મો બનાવવાનો કારોબાર એવા લોકો ચલાવતા પકડાયા છે કે જેઓ સોસાયટીમાં પોતાને સૌથી સારા ગણાવે છે. ટીવી શોમાં ડાહી ડાહી વાતો કરે છે, સમાજની દેશની ચિંતા કરે છે અને ધંધા કેવા…? શિલ્પા શેટ્ટીનો ધણી આવો કાળો ધંધો કરતો હોય તો શિલ્પાને તો ખબર હોય જ. પણ હજુ તેમની ધરપકડ, અટકાયત કે પૂછપરછ થઇ નથી.

રાજ કુંદ્રાએ ધરપકડ પછી એમ કહ્યું નથી કે તેમની સામેના આરોપો ખોટા છે. મડ આઇલેન્ડમાં બંગલા ભોડે રાખીને બોલિવુડને પોર્નો ઇન્ડસ્ટ્રીમાં ફેરવવાનું એ કોઇ કાવતરૂ જ હોઇ શકે. સારી ફિલ્મોમાં કામ ન મળે તો એવા લાચાર અને જરૂરીયાતમંદ યુવતીઓને છેતરીને કે તેમની લાચારીનો ગેરલાભ લઇને તેમને એવા ધંધામાં ધકેલવામાં આવી કે જેને ભારતમાં કોઇ સ્થાન નથી.
વિદેશમાં તે કાયદેસરનો બિઝનેસ છે અને એવી પોર્નો ફિલ્મોમાં કામ કરનારાની તબીબી ચકાસણી સમયાંતરે થતી હોય છે. વિદેશમાં એવી ફિલ્મોની કાયદેસરની ટીવી ચેનલો ચાલે છે, એવા મેગેઝીન્સ પ્રસિધ્ધ થાય છે અને ત્યાના સમાજમાં બાળકોની સામે માતાપિતા કિસ કરતાં અચકાતા નથી. કેમ કે ત્યાંનું કલ્ચર જ એવુ છે. માતાપિતાને એવી સ્થિતિમાં જોતાં જોતાં પછી એ પરિવારની યુવતીઓ ડેટીંગમાં જઇને શું કરે છે એ પણ તેના માતાપિતા જાણતા જ હોય છે અને તેથી મા ખાનગીમાં પુખ્તવયની દિકરીને પિલ્સ સાથે રાખવાની સલાહ આપે છે…!

ભારતમાં રાજકપૂરે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં હિરોઇન ઝિન્નત અમાનના અંગો થોડાક વધારે બતાવ્યાં એમાં તો તેમની સામે એ વખતના સમાજમાં ઉહાપોહ થઇ ગયો હતો. સમાજમાં પરિવર્તન થાય તે બરાબર પણ સમાજ પોતાની દિકરીઓને રાજ કુંન્દ્રાઓના ગંદા કામમાં ધકેલવા તૈયાર નહીં થાય. હજુ તો એક રાજ કુંન્દ્રા પકડાયો છે. એવા તો કેટલાય રાજ કુન્દ્રાઓ બોલિવુડમાં હશે કે જે આવી પોર્નો ફિલ્મો નહીં બનાવતા હોય તેની કોઇ ખાતર નથી.

શિલ્પા શેટ્ટીની સંડોવણી નહીં હોય તો એમ કહી શકાશે કે તે ખરેખર ભારતીય નારી અને માતા છે. પણ પોતાના પતિના કાળા કારનામાઓમાં જો તે પણ સાથ સહકાર આપતી હશે તો બોલિવુડ પર નજર રાખવા માટે સમાજે વિચારવુ પડે તેમ છે. લાખો અને કરોડોના કારોબારમાં રાજ અને કુન્દ્રાઓએ બોલિવુડની ઘોર ખોદી નાંખી એમ જો કહીએ તો શિલ્પાને ખોટુ ન લાગવુ જોઇએ.

કંગના, અનુપમ ખૈર, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, શબાના આઝમી અખ્તર કે જેઓ બોલિવુડનો ભાર લઇને ચાલે છે તેમણે આવા કરતૂતોને વખોડી કાઢવાની સાથે બોલિવુડમાં સંઘર્ષ કરનાર યુવક યુવતીઓને સુરક્ષા માટેની અલાયદી વ્યવસ્થા કે સીસ્ટમ ગોઠવવી જોઇએ. નહીંતર હિન્દી ફિલ્મોની જેમ ધીમે ધીમે જે રીતે પોર્ન સ્ટાર સની લિયોની સમાજમાં ગોઠવાઇ ગઇ તેમ એવી ફિલ્મો સ્થાન લઇ લેશે તો ભારતને વિદેશી કલ્ચરમાં જતાં રોકવુ મુશ્કેલ બની જશે.
પોર્ન સ્ટાર(?) સની લિયોનીના બોલિવુડમાં પ્રવેશ વખતે સમાજમાં વિરોધ થયો હોય તો રાજ કુંન્દ્રાઓની આટલી હિમત ન થાત. સબૂર..સાવધાન..ક્યાંક એવુ ના બને કે ભારતમાં પણ માતાપિતા ઘરની અંદર બાળકની સામે એવી ખરાબ હરકતો કરવા પ્રેરાય કે જે વિદેશમાં સાવ સામાન્ય મનાય છે…! ભારતને રાજ કુન્દ્રાઓની જરૂર નથી..!

 109 ,  1