ક્લાઇમેટ ચેન્જથી લઈને મેક્સિકો વૉલ સુધી, રાષ્ટ્રપ્રમુખ બનતાં જ બાઇડને પલટ્યા ટ્રમ્પના આ 8 નિર્ણય

રાષ્ટ્રપ્રમુખ બાઇડને બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને આજે યૂએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે  ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા  હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે.

બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, સત્તા અને લાભ માટે ઘણા બધા જૂઠૂ બોલી ગયા. તેમણે કહ્યું કે, આપણે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. બાઈડેને કહ્યું હું તમામ અમેરિકીઓનો રાષ્ટ્રપતિ છું. આપણે સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરવાનું છે.

જો બાઈડેનના અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ કર્યાના 12 કલાકથી પણ ઓછા સમયમાં જો બાઇડનએ અભૂતપૂર્વ નિર્ણયો લઈને એક હકારાત્મક સંદેશો આપ્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણયોને પલટીને બાઈડને તાત્કાલિક નિર્ણય લેવાની પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો છે.

જો બાઇડને ટ્રમ્પના લીધેલા 8 નિર્ણયોને પલટી અમેરિકામાં કોરોના વાયરસ લડવા માટેની તૈયારીથી લઈને દેશમાં યુવાઓને આર્થિક મદદ પૂરી પાડવાના નિર્ણયો સામેલ છે. જળવાયુ પરિવર્તનના સંકટનો સામનો કરવાની પ્રતિબદ્ધતા બાઇડન પ્રશાસને દર્શાવી છે. આ ઉપરાંત પડોશી દેશ મેક્સિકો સાથેના સંબંધો સુમેળભર્યા કરવા માટેની પણ તેમણે પહેલ કરી છે. બાઇડન ભલે અમેરિકાના સૌથી ઉંમરલાયક રાષ્ર્ પ્રમુખ બનવાનો રેકોર્ડ ધરાવે છે પરંતુ પોતાની નિર્ણય શક્તિથી તેમનો કાર્યકાળ કેવો રહેશે તેની ઝાંખી દર્શાવી દીધી છે.

બાઇડને બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના આ 8 નિર્ણય

  1. કોરોના મહામારીને કન્ટ્રોલ કરવા માટેનો નિર્ણય
  2. સામાન્ય લોકોને મોટા સ્તર પર આર્થિક મદદ આપવાનું એલાન
  3. પેરિસ ક્લાઇમેટ ચેન્જના મામલે અમેરિકાની વાપસી
  4. જાતિવાદને ખતમ કરવા માટે ઉઠાવ્યા પગલા
  5. મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના નિર્ણયને રોક્યો, ફંડિંગ પણ રોકી દીધું
  6. વિશ્વ સ્વાસ્ય્ક સંગઠનથી હટવાના નિર્ણય પર રોક
  7. ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવી દીધો હતો, તેને પરત લેવામાં આવ્યો
  8. સ્ટુડન્ટ લોનનો હપ્તા ભરવાની અવધિને લંબાવીને સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી

 219 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર