દિલ્હીમાંથી રૂ. ૬૦૦ કરોડનું ૧૫૦ કિલો હેરોઇન જપ્ત..

દિલ્હીમાં પોલીસે કેફી પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસે ૧૫૦ કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યો છે. જેની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૬૦૦ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.જપ્ત કરાયેલુ હેરોઇન અફઘાનિસ્તાનનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસે હેરોઇન બનાવનારાઓનો પણ પર્દાફાશ કર્યો છે. છેલ્લા છ મહિનામાં કેફી પદાર્થોની હેરાફેરીમાં કુલ ૭૫૦૩ની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે નશીલા પદાર્થોના બે કેસમાં બે અફઘાન રાસાયણિક નિષ્ણાતો સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી વધુ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટોયોટા કેમરી, હોન્ડા સિવિક, કોરોલા એલ્ટિસ અને અન્ય લક્ઝરી વાહનો પણ જપ્ત કર્યા છે.
આ અગાઉ બે જુલાઇના રોજ પાકિસ્તાન સાથે જોડાયેલી વાઘા સરહદે ૫૦૦ કિલો હેરોઇન સાથે બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. આ હેરોઇનની કીંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર ૨૭૦૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ હેરોઇનને મીઠાના પેકેટમાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું.તેની પહેલા ૩૦ જૂને પાકિસ્તાનથી લાવવામાં આવેલ ૫૦૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું જેની કીમત ૨૭૦૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ હેરોઇનનો જથ્થો અટારીથી જપ્ત કરવામાં આવ્યું હતું.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી