હવે આ તારીખથી TV જોવું થઈ જશે મોંઘુ

ખિસ્સા ખંખેરવા તૈયાર થઈ જાઓ, જાણો શું છે કારણ…

દેશમાં પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તેમજ જીવનજરૂરી ચીજ વસ્તુઓ સહિતના ભાવ આસમાને આંબી ગયા છે. ત્યાં હવે તમને ટીવી જોવાનો શોખ હોય તમારે આ જાણવું જરૂરી છે. 1 ડિસેમ્બરથી ટીવી ચેનલ્સના ભાવ વધવાના છે. દેશના મોટા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ ઝી, સ્ટાર, સોની અને વોયકોમ 18ને અમુક ચેનલ્સ પોતાના બુકેથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ટીવી દર્શકોને 50% સુધી વધારે ખર્ચ કરવો પડી શકે છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા ટેરિફ ઓર્ડર લાગુ કરવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે TRAIએ માર્ચ 2017માં ટીવી ચેનલ્સની કિંમતોને લઈને ન્યૂ ટેરિફ ઓર્ડર (NTO) જાહેર કર્યો હતો. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 2020એ NTO 2.0 જાહેર થયો. તેના કારણે બધા નેટવર્ક NTO 2.0ના અનુસાર પોતાની ચેનલના ભાવ બદલી રહ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)નો વિચાર હતો કે એનટીઓ 2.0 દર્શકોને ફક્તએ ચેનલોની પસંદગી અને ચુકવણી કરવાનો વિકલ્પ અને સ્વતંત્રતા આપશે, જેમને તે જોવા માંગે છે.

સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની અને કેટલીક પ્રાદેશિક લોકપ્રિય ચેનલો જોવા માટે દર્શકોને 35 થી 50 ટકા વધુ ચૂકવવા પડશે. જો કોઈ દર્શક સ્ટાર અને ડિઝની ઇન્ડિયા ચેનલો જોવાનું ચાલુ રાખવા માંગે છે તો તે જ સંખ્યાની ચેનલો માટે પ્રતિ માસ 49 રુપિયાના બદલે 69 રૂપિયા ખર્ચ થશે. .
Sony માટે 39 ને બદલે દર મહિને 71 રૂપિયા ખર્ચવા પડશે જ્યારે ZEE માટે 39 રૂપિયાને બદલે મહિને 49 રૂપિયા અને વાયાકોમ 18 ચેનલો માટે 25 રૂપિયાને બદલે 39 રૂપિયા પ્રતિ માસ ખર્ચ થશે.

જાણો શું છે કારણ
બ્રોડકાસ્ટિંગ નેટવર્કે આ બુકમાં ઓફર કરવામાં આવતી ચેનલની મંથલી વેલ્યુ 15-25 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી હતી. પરંતુ TRAIના જણાવ્યા અનુસાર ટેરિફ ઓર્ડરમાં તે ઓછામાં ઓછા 12 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. એવામાં જ ચેનલ્સ માટે રોતાની મોટાભાગની ચેનલ ફક્ત 12 રૂપિયામાં ઓફર કરવું ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. આ નુકસાન ઓછુ કરવા માટે નેટવર્ક્સના અમુક પોપ્યુલર ચેનલ્સને બુકેતી બહાર કરીને તેમના ભાવ વધારવાનો રસ્તો વિચારે છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી