ચૂંટણી ટાણે રૂપિયાની હેરાફેરી, રામોલ વિસ્તારમાંથી રૂ. 1.34 કરોડ રોકડ સાથે યુવકની ધરપકડ

આચાર સંહિતાના માહોલ વચ્ચે રૂપિયાની હેરાફેરી કરતા શખ્સને રામોલ પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ચૂંટણીના આચાર સંહિતાના માહોલ વચ્ચે કરોડોની રોકડ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કુલ 1.34 કરોડ રોકડા મળી આવ્યા છે. આ મામલે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રામોલ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વારાજની ચૂંટણીને લઇ કાયદો-વ્યવસ્થા જાળવાય તે માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહદારના મારફતે મળેલી બાતમીને આધારે પોલીસે રામોલ રીંગરોડ પર ટોલટેક્ષ નજીક મહાકાળી દાળબાટી રેસ્ટોરન્ટાની આગળ એક શંકાસ્પદ યુવકની અટકાત કરી ચેકિંગ હાથ ધર્યું હતુ. તલાશી દરમિયાન યુવક પાસેથી બેનામી કરોડોની રોડક મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ભાવેશ કુમાર ઘનશ્યામભાઇ વાળંદ(ઉ.28, વાળંદ ફળીયુ, સોખડા, વડોદરા) જણાવ્યું હતું.

આરોપી પાસેથી કુલ 1 કરોડ 34 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ મામલે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી રકમ ક્યાંથી અને કોને આપવા માટે લઇ જતો હતો ત દિશામાં તપાસ હાથ ધરી છે.

 77 ,  1