PNGનાં ભાવમાં ફરી બે રૂપિયાનો વધારો,જાણો નવો ભાવ

આજથી ફરી વધ્યા ગેસના ભાવ

દેશમાં એક બાજુ કોરોના કાળમાં ધંધા-રોજગાર પડી ભાંગતા લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ મોંઘવારી માઝા મૂકી રહી છે. છેલ્લા 10 દિવસમાં બીજી વાર PNG ગેસ મોંઘો થયો છે. આઈજીએલ આજે ફરી PNG પ્રાઈસના ભાવમાં 2 રુપિયા પ્રતિ એસસીએમ વધી ગયો છે. નવા ભાવમાં 13 ઓક્ટોબર 2021 એટલે આજથી અમલમાં રહેશે. કીંમતો વધ્યા બાદ ગૌત્તમ બુદ્ધ નગરમાં પીએનજીના ભાવ 34.86 સીએસએમ હશે.

આની પહેલા એક ઓક્ટોબરે PNGના ભાવ દિલ્હીમાં 2.10 રુપિયા પ્રતિ યૂનિટ મોંઘુ થયું હતુ. ત્યારે નોયડા, ગાઝિયાબા અને ગ્રેટર નોયડામાં આ ભાવ 2 રુપિય પ્રતિ યુનિટ વધી ગયો હતો. તેવામાં દિલ્હીમાં PNG 33.01 રુપિયા પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે એનસીઆરમાં આ 32.86 રુપિયા પ્રતિ યુનિટ કરવામાં આવી હતી. નોઈડામાં એકવાર ફરી ભાવમાં વધારા બાદ હવે પીએનજીના ભાવ 34.86/SCM હશે.

નવા ભાવને લાગૂ કર્યા બાદ 13 ઓક્ટોબરથી દિલ્હીમાં પીએનજીના ભાવ 35.11 પ્રતિ યૂનિટ, નોઈડા ગ્રેટર નોઈડા, ગાજિયાબાદમાં પીએનજીના ભાવ 34.86 રુપિયા પ્રતિ એસસીએમ હશે. ત્યારે રેવાડી, કરનાલમાં પીએનજીના ભાવ 33.92 રુપિયા પ્રતિ એસસીએમ હશે. જ્યારે મુજફ્ફરનગર, મેરઠ અને શામલીમાં 38. 97 રુપિયા પ્રતિ એસસીએમ હશે.

સીએનજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 13 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી દિલ્હીમાં સીએનજી 49. 76 રુપિયા પ્રતિ કિલો. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં 56. 02 રુપિયા પ્રતિ કિલો થઈ. ત્યારે ગુરુગ્રામમાં સીએનજીના ભાવ 58. 20 રુપિયા પ્રતિ કિલો થશે. ઉલ્લેખનીય છે કે 10 દિવસની અંદર બીજી વાર દિલ્હી એનસીઆર અને અન્ય જગ્યાઓ પર સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં વધારો થયો છે. કિંમતોમાં લગભગ 2.50 રુપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. આની પહેલા 2 ઓક્ટોબરે ભાવ વધ્યા હતા.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી