આજથી શ્રાવણ માસનો પ્રાંરભ, ભગવાન શંકરની આરાધનાનો પર્વ

ચાતુર્મામસનો પહેલો મહિનો શ્રાવણ ભગવાન શંકરની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં ભક્ત પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારે પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશિર્વાદ લેવાનો પ્રયાસ કરે છે.

પવિત્ર શ્રાવણ માસ 17 જુલાઈ બુધવારથી શરૂ થઈ રહ્યો છે અને 15 ઓગસ્ટે ગુરુવારે સમાપન થશે. શ્રાવણ માસમાં ચાર સોમવાર, 3 વખત સર્વાર્થસિદ્ધિ યોગ, 5 વખત રવિયોગ અને 1 વાર અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ સાથે જ 1 ઓગસ્ટે ગુરુ-પુષ્પનો શુભ સંયોગ પણ બની રહ્યો છે.

શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં કેટલાય લોકો બંને સમયે વ્રત રાખે છે તો કેટલાય લોકો એક સમયે ભોજનનું વ્રત કરે છે. જે લોકો આખો મહિનો વ્રત ન રાખી શકે તેમણે ઓછામાંઓછા દરેક સોમવારે વ્રત રાખવું જોઈએ. આ મહિનામાં ભગવાન શિવનો વિવિધ પદાર્થોથી અભિષેક, પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી