ગાંવ સે શહર, શહર સે ગાંવ..ફિર ગાંવ સે શહર ઔર ફિર શહર સે..?

સ્થળાંતરિત શ્રમિકો માંડ માંડ પાછા આવ્યાં અને વળી પાછા ટ્રેનોમાં-બસોમાં…

ગઇ વખતે 8 કરોડ શ્રમિકોને અસર થઇ હતી…

આ વખતે એટલુ સારૂ છે કે ગામડે જવાની વ્યવસ્થા છે, છતાં..

ગઇ વખતના તેમના દ્રશ્યો કદાજ લોકો હજુ પણ ભૂલ્યા નહીં હોય..

માથે ઉનાળાની ગરમી, પગમાં ચપ્પલ નહીં, પીવા માટે પાણી નહીં…

શ્રમિકોને શહેરમાંથી જવુ જ ના પડે એવા પ્રયાસો થવા જોઇએ..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

યાયાવરી. તેનો અર્થ છે કે બસ એમ જ અહીંતહીં હરવા ફરવા માટે નિકળી પડ્યા. એક સ્થળેથી બીજા સ્થળે જતાં પક્ષીઓને યાયાવરી કહેવામાં આવે છે. ગુજરાતમાં છેક રશિયાના સાયબેરિયાથી યાયાવરી પક્ષીઓ આવે છે અને જતાં રહે છે. પણ કામકાજ, રોજીરોટી અને રહેને કો ઘર નહીં સારા જહાં અમારા…ની આશ સાથે એક શહેરથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતાં અને ત્યાં જ રહી જતાં શ્રમિકોને યાયાવરી કહી શકાય…? ના. તેઓ આમતેમ હરવા ફરવા માટે આવતાં નથી પણ દો વક્ત કી રોટી કા જુગાડ કરવા માટે સ્થળાંતર કરે છે એટલે તેમને સ્થળાંતરિત શ્રમિકો કહી શકાય અને સાદી ભાષામાં પરપ્રાંતના, પરપ્રાંતિયો. આ શબ્દ પણ આમ તો તોછડો લાગે છે, છતાં વપરાય છે.

2020માં આ જ સમયગાળમાં લગભગ બીજા લોકડાઉનમાં ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાંથી લાખોની સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકોને ન જાણે શું થશે…અહીં ભૂખે મરવુ એના કરતાં તો ગામડે પોતાના વતનમાં જઇને ભલે ભૂખ્યા તો ભૂખ્યા પણ ત્યાં રહેવુ વધારે સારૂ. કોઇ તો સારસંભાળ લેશે….એવી આશામાં જે સ્થળાંતરિત શ્રમિકો માદરે વતન…ઘરવાપસી…માટે નિકળ્યાં તેમની કપરી, કઠીન, વિકટ,વિમાસણ, લાચારી, મજબૂરી, ઉનાળાની ગરમી, તૂટેલા પ્લાસ્ટીકના ચપ્પલો,માથે સામાન, સાયકલ પર સામાન, કોઇ પેડલ રીક્ષામાં દિલ્હીથી યુપી, કોઇ પંજાબથી ચાલતા ચાલતા કેટલાય કિલોમીટર દૂર કઇ રીતે પહોંચ્યા એ તો બિચ્ચારા તેઓ જ કહી શકે. એમ લાગતુ હતુ કે આ શ્રમિકો હવે પાછા નહીં આવે…

પણ જૂન-જુલાઇમાં લોકડાઉન અનલોક થતાં એ શ્રમિકો વળી પાછા ડરતા ડરતા ફરી શહેરોની તરફ…ટ્રેનોમાં, બસોમાં નિકળી પડ્યા..કેટલાક કંપનીઓના માલિકો, કારખાનાના માલિકોએ તેમને વિમાનની ટિકિટો આપીને પરત બોલાવ્યાં- આ જા ભાઇ વાપિસ આ જા..તો કોઇએ વળી પોતાને ત્યાં કામ કરતાં સ્થળાંતરિત શ્રમિકોને સમગ્ર લોકડાઉનમાં પોતાને ત્યાં જ રાખ્યા અને તેમની સારસંભાળ લીધી. કેમ કે એ ક્ષમિકો તેમના ઉત્પાદન માટે આધાર હતા. 2021 શરૂ થતાં રસી આવી અને લોકો જે રીતે નિકળી પડ્યા એ જ રીતે તેમને સહન કરવુ પડી રહ્યું છે અને સ્થળાંતરિત શ્રમિકો માટે ફરીથી એ જ…ટ્રેન પકડો…બસ પકડો…જે સાધન મળે તેમાં બેસો ઔર નિકલ પડે ગાંવ કી ઓર…!

કરે કોઇ ઔર ભૂગતે કોઇ,…ની જેમ સ્થળાંતરિત શ્રમિકોના નશીબમાં તો જાણે કે હાડમારી જ લખાયેલી હોય તેમ શહેરોના લોકોએ માસ્ક નહીં પહેરવુ, રસી આવી ગઇ છે શું ચિંતા છે અને પેલો તો હવે ગયો એમ માનીને જે રીતે વર્ત્યાં તેની સજા જાણે કે સ્થળાંતરિત શ્રમિકોને મળી..અને ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે…..મૈં તો ચલા જિધર ચલે રસ્તા..આ અબ લૌટ ચલે તુઝકો પુકારે ગાંવ તેરા….યે ગલિયાં યે ચૌબારા યહાં આના ન દોબારા…એવા ન જાણે કેટલાય ગીતોની પંક્તિઓ ગુનગનાતે હુયે બિચારા ફરીથી ગામડે જવા મજબૂર બન્યા છે.

અલબત, આ વખતે એટલુ સારૂ છે કે તેમના માટે ટ્રેન અને બસની વ્યવસ્થા છે. એટલે તેઓ સહીસલામત પહોંચી રહ્યાં છે. આ વખતે, ગઇ વખતની જે એ દ્રશ્ય જોવા મળ્યું નથી કે જેમાં એક બાળક સુટકેસ પર ઉંઘી રહ્યો છે અને તેની માતા એ સુટકેસને રોડ પર ઘસડતાં જઇ રહી છે…! આ વખતે એવો બનાવ બન્યો નથી કે રેલવે તો બંધ છે ટ્રેન આવવાની નથી અને ચાલો, પાટા પર સૂઇ જઇએ..એમ વિચારીને પાટા પર સૂઇ રહેલા સ્થળાંતરિત શ્રમિકો પર ઔરંગાબાદ નજીક માલગાડી ફરી વળતાં સંખ્યાબંધ શ્રમિકો માર્યા ગયા હતા. આ વખતે તેમને ખબર છે કે ટ્રેનો શરૂ થઇ છે એટલે રેલવેના પાટેપાટા ન ચલાય પણ ટ્રેનમાં બેસીને જવાય…!

કોર્પોરેટ ક્ષેત્રની ચિંતા પણ એ જ છે કે જો શ્રમિકો લોકડાઉનના ભયથી ફરી જતાં રહેશે તો ઉત્પાદનનું શું થશે..મારૂતિ કાર બનાવનાક કંપનીના ચેરમેન ભાર્ગવ કહે છે કે લોકડાઉન કોઇ ઉપાય નથી અને જો આ રીતે શ્રમિકો જતાં રહેશે તો ઉત્પાદન કઇ નરીતે થશે..? તેમણે માત્ર પોતાની કંપની માટે નહીં પરંતુ સર્વ સામાન્ય કંપનીઓ અને કારખાનીની વાતનો પડઘો પાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લેટેસ્ટ સંબોધનમાં કહ્યું કે લોકડાઉન છેલ્લાંમાં છેલ્લો ઉપાય હોવો જોઇએ અને જે શ્રમિકો જ્યાં છે તેઓ ત્યાં જ રહે. વડાપ્રધાને અપીલ કરી છે પણ સ્થળાંતરિત શ્રમિકોના મનમાં વિશ્વાસ જગાવવાનું કામ થવુ જોઇએ. કોંગ્રેસની માંગણી છે કે આ શ્રમિકો સહિત તમામના ખાતામાં સરકારે ઘરખર્ચ માટે નાણાં નાંખવા જોઇએ.

ગઇ વખતે પહેલુ લોકડાઉન આવ્યું ત્યારે સ્થળાંતરિત શ્રમિકો સહિત સૌને એમ જ હતું કે ફરી લોકડાઉન નહીં આવે પણ પછી બીજુ અને ત્રીજુ ઓમ એક પછી એક લોકડાઉનોને કારણે એક અંદાજ પ્રમાણે 8 કરોડ શ્રમિકોને વિવિધ રીતે હેરાન થવુ પડ્યું હતું. અર્થતંત્ર પર અસર થઇ હતી. અને ફરીથી એવુ ના થાય તે માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કદાજ લગાવવામાં નહીં આવે પણ સ્થાનિક સ્તરે સ્વૈચ્છિક લોકડાઉનની એક નવી પરંપરા શરૂ થઇ છે. જો કે દિલ્હીમાં સરકારી લોકડાઉન લાગ્યું છે અને શ્રમિકો ફરીથી…ગાંવ કી ઓર….! ક્યાં સુધી…? ક્યાં સુધી ગાંવ સે શહર ઔર શહર સે ગાંવ….ફિર ગાંવ સે શહર…? 2020 તો એમાં વિત્યું…શું 2021 પણ..? ઓ બસંતી પવન પાગલ..ના જારે ના જા..રોકો કોઇ…!

તંત્રીઃ દિનેશ રાજપૂત

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર