સોલાના કુખ્યાત ડોન પ્રદીપ ઉર્ફે માયાની હત્યા કેસમાં ફરાર આરોપીઓ ઝડપાયા

છેલ્લા એક વર્ષથી ફરાર મુખ્ય આરોપી સહિત ત્રણ ઝડપાયા

શહેરના સોલા વિસ્તારમાં મારામારી, ખંડણી તેમજ પોલીસ પર પણ હુમલો કરીને દહેશત ફેલાવનારા ડોન પ્રદીપ ઉર્ફે માયાની હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી ભવનાથ સોસાયટી નજીક પ્રદીપની તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. જેમાં તેના બનેવી અનીષ પાંડે સહિત સાતેક લોકોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે ડોન પ્રદીપ ઉર્ફે માયાની હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપી શિવાનંદ ઉર્ફે અનિશ ઉર્ફે જીજા, રાહુલ કોરી, તેમજ પ્રિતમ ગોહિલ ઉત્તર પ્રદેશ ખાતેથી ધરપકડ કરી છે.

પકડાયેલ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતાં ગત તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ પ્રદીપ ઉર્ફે માયા તથા તેના બે મિત્રો અક્ષય ભરવાડ અને વિશ્વજીત ગોસ્વામીએ તેઓ ત્રણેયને માર મારેલ અને તેનો વીડીયો ઉતારેલ હતો.. તેની અદાવત રાખી અનીશ પાંડે ઉર્ફે જીજા તથા તેના મિત્રો રાહુલ શર્મા, અનીલ કોરી, રાહુલ કોરી, નિતીન, પ્રિતમ, અમાવશ તથા અમાવશના એક મિત્રએ તલવાર, છરીઓ, ધોકા અને પાઇપ વડે વહેલી સવારના પ્રદિપ ઉર્ફે માયાના ઘરે આવી જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા.

આ હત્યાકાંડમાં અગાઉ આરોપી રાહુલ શર્મા, નિતીન યાદવ, અમાવશ અને અનીલ કોરીની ધરપકડ થઇ ચૂકી હતી. જયારે બાકીના આરોપીઓ પૈકી આ ગુનાનો મુખ્ય આરોપી અનીસ પાંડે ઉર્ફે જીજા તથા તેના સાગરિતો રાહુલ કોરી અને પ્રિતમ છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા હતાં.

ગેંગસ્ટર પ્રદીપ ઉર્ફે ‘માયા ડોન’ સામે નોંધાયા હતા અનેક ગુનાઓ

પ્રદીપ ઉર્ફે માયા 2012માં ગુનાખોરીની દુનિયામાં આવ્યો હતો. સોલા હોસ્પિટલમાં તેની સામે મારામારીના 5 કેસ ઉપરાંત લૂંટ અને કિડનેપિંગના કેસ પણ નોંધાયેલા છે. આ સિવાય તે ઈંગ્લિશ દારુના કેસમાં પણ પકડાયેલો છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. કારંજ પોલીસે પણ મારામારીના કેસમાં તેને પકડ્યો હતો. આ સિવાય ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ તેની અગાઉ આર્મ્સ એક્ટમાં ધરપકડ કરાઈ હતી.

 96 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી