ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી અશોક જૈન આખરે ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણાથી કરી ધરપકડ

વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે ઝડપાઈ ગયો છે. ગોત્રીમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી અશોક જૈનની નાસતો ફરતો હતો. જો કે આખરે ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. 

મહત્વનું છે કે અશોક જૈને કોર્ટેમાં આગોતરા જામીન અરજી પણ કરી ગતી જેની સુનાવણી હાથ ધરાઈ હતી પરતું કોર્ટે 8 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો છે. ત્યારે ગોત્રી દુષ્કર્મનો મુખ્ય સુત્રધાર અશોક જૈન આટલા દિવસથી ફરાર હતો જેની વડોદરા ક્રાઈમ બ્રાંન્ચે પાલીતાણાથી ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે 2  થી 3 સપ્ટેમ્બર દરમિયાન પીડિતા નિસર્ગ એપાર્ટમેન્ટમાં ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

 76 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી