September 23, 2020
September 23, 2020

ગુજરાત ATS ને સફળતા, 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસમાં એક આરોપીને ઝડપ્યો

ગુજરાત એટીએસની ટીમ અને મરીન પોલીસે 2006માં કાલુપુર ખાતે રેલ્વે પ્લેટફોર્મ પર થયેલા બ્લાસ્ટ કેસમાં નાસતા ફરતા એક આરોપીની ધરપકડ કરી છે. અબ્દુલ ગાઝી નામના આરોપીની બાંગ્લાદેશ બોર્ડર પરથી ધરપકડ કરાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અમદાવાદમાં વર્ષ 2006માં કાલુપુર ખાતે એક બ્લાસ્ટ થયો હતો. જેનો આરોપી પોલીસને હાથમાં આવ્યો નહોતો. પરંતુ આરોપીએ બાંગ્લાદેશ બોર્ડર પર ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવીને આરોપીને પાકિસ્તાન મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો આરોપી અબ્દુલ ગાઝી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ગુજરાત એટીએસ સહિતની ટીમો તેને શોધવા માટે કવાયત હાથ ધરી હતી, પરંતુ તેની ભાળ મળી નહોતી. પરંતુ અબ્દુલ ગાઝી બાંગ્લાદેશ બોર્ડર પરથી આજે ગુજરાત એટીએસને હાથે લાગી ગયો છે. ગુજરાત એટીએસે આરોપીને કબજામાં લઈને તેની પુછપરછ કરી હતી. જેમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસના અને હાલ ગુજરાત એટીએસે ધરપકડ કરેલ અબ્દુલ ગાઝીએ બ્લાસ્ટના આરોપીને બોર્ડર ક્રોસ કરાવી પાકિસ્તાન મોકલ્યો હોવાની વાત સામે આવી છે. આ સિવાય આરોપી અત્યારે પણ લોકોને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવતો હોવાની વાત સામે આવી છે.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર