મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે શરતો સાથે જામીન આપ્યા..

ચોક્સીને એન્ટીગુઆ જવાની મંજૂરી મળી, ભારત લાવવો મુશ્કેલ?

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે સોમવારે સ્વાસ્થ્યના આધાર પર જામીન આપતા તેને એન્ટીગુઆ જવાની મંજૂરી આપી છે. ચોક્સી ભારતમાંથી ફરાર થયા બાદ 2018થી એન્ટીગુઆ એન્ડ બારબુડામાં રહી રહ્યો છે અને ત્યાંથી લાપતા થયો હતો તથા તેને અવૈધ પ્રવેશ માટે 23 મેના પડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે ચોકસી વિરુદ્ધ ડોમિનિકામાં ગેરકાયદેસર દાખલ થવાને લઈને જે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી, તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ચોકસીને સારવાર માટે એન્ટીગા જવાની મંજૂરી મળી ગઈ છે. 

ડોમિનિકામાં પકડાયા બાદ ભારતની આશા બંધાઈ હતી કે ભાગેડુ ચોક્સીને ત્યાંથી ભારત લાવવામાં આવે. તેની ધરપકડ બાદથી જ ભારતની એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસોમાં લાગી હતી. જો કે કોર્ટના આ આદેશ બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતના પ્રયાસો પર પાણી ફર્યા જેવું થયું છે. કેમ કે ચોક્સી એન્ટીગુઆનો નાગરિક છે. ત્યાં તેને ઘણી એવી સુવિધાઓ મળે છે જેથી ત્યાંથી ચોક્સીને ભારત લાવવો મુશ્કેલ છે.

 10 ,  1