છેલ્લાં 15 વર્ષથી ફરાર કાલુપુર બ્લાસ્ટના આતંકીની કાશ્મીરથી ધરપકડ

ગુજરાત ATSને મળી મોટી સફળતા 

ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. 

બે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદ બ્લાસ્ટનો છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. ગુજરાત ATS દ્વારા કાલુપુર બ્લાસ્ટ કેસના ફરાર આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરીની કાશ્મીરના બારામુલ્લાથી ધરપકડ કરી છે. વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં બિલાલ અસ્લમ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી વૉન્ટેડ હતો. જેની આજે કાશ્મીરના બારામુલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

બિલાલ અસ્લમે પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે, બ્લાસ્ટ પહેલા આતંકવાદીઓને કેરળના મદરેસામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે બાદ હવે સુરક્ષા એજન્સીઓએ એ દિશામાં તપાસ હાથ ધરી છે. એક મહિના અગાઉ જ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 19 ફેબ્રુઆરી, 2006માં થયેલા બ્લાસ્ટ કેસના એક આરોપી અબ્દુલ રઝાક ગાઝીની પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બાંગ્લાદેશ બોર્ડર નજીક બસીરહાટથી ધરપકડ કરવામાં આવી હતી. અબ્દુલ ગાઝીએ બ્લાસ્ટના મુખ્ય આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરી અને મહમદ ઈલિયાસ સમર મેનનને પોતાના ત્યાં આશરો આપ્યો હતો.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી