સુષ્મા સ્વરાજનાં પાર્થિવ દેહનાં સાંજે 4 વાગે કરાશે અંતિમ સંસ્કાર

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. હાર્ટ એટેકેના કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે આઠથી 10.30 વાગ્યા સુધી જંતર મંતર ખાતે આવેલા તેમના ઘરે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ભાજપા કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

સુષ્મા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા.
સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષ્મા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી