કેશુભાઈ પટેલના રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર, ભાજપે તમામ કાર્યક્રમો કર્યા રદ

એક દિવસનો રાજકીય શોક જાહેર, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમવિધિ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે. નિધન થતા રાજકારણમાં દુઃખ માહોલ જોવા મળી રહ્યો છે. તેઓને થોડા સમયગાળા પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જો કે થોડા સમયમાં સારવાર લઈને સાજા થઇ ગયા હતા. પણ આજે સવારે તબિયત બગાડતા તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. 

કેશુભાઈ પટેલના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું છે. એટલું જ નહીં, કેશુબાપાનું નિધન થતા ભાજપે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાના થયા છે. ગાંધીનગર પહોંચી તેઓ સીધા જ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે, જેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. થોડીવારમાં તેમનો પાર્થિવદેહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લઈ જવાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ પાઠવી

વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર