September 27, 2020
September 27, 2020

ભારત ‘મા’ના લાલને શતશત પ્રણામ, શહીદ જવાનની માદરે વતન સન્માનપૂર્વક અંતિમવિધી

“ભારત માતાકી જય”અને ‘શહીદ વીર જવાન અમર રહો”ના નારાથી સરસવ ગામ ગૂંજી ઉઠ્યું

વિજયનગર તાલુકાના સરસવ ગામના 35 વર્ષીય જવાન સુભાષચંદ્ર ખીમજી ખરાડી જે ઓ અરુણાચલ પ્રદેશમાં સીમા સેનામાં ફરજ નિભાવતા હતા તેમને 3 સંતાન છે જેમાં મોટી દીકરીની વય 9 વર્ષ ની છે જયારે એનાથી નાની દીકરીની ઉંમર 7 વર્ષ ની છે અને દીકરાની ઉંમર 4 વયની છે. શહીદ જવાનને ફરજ દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો થતા સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ શહીદ થયાના સમાચાર સરસવ ગામે પહોંચતા ગામ અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો હતો.

અરુણાચલ પ્રદેશ ખાતે શહીદ થયેલ વીર જવાન સુભાષચંદ્ર ખીમજી ખરાડીનો પાર્થિવદેહ હવાઈ માર્ગે અમદાવાદ લાવ્યા બાદ, માદરે વતન સરસવ લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ વીર જવાનની અંતિમયાત્રા યોજાઈ, જ્યાં પરિવાર સાથે ગામ ગમગીન થઈ ગયું હતુ. એક વીરને છાજે એ રીતે અંતિમવિધી કરવામાં આવી હતી. સરસવ ગામના લોકો વીર જવાનની શહીદીથી હિબકે ચડ્યા હતા. ગામના તથા આજુબાજુના પંથકના વડીલો, યુવાનો અને મહિલાઓ વિશાળ સંખ્યામાં શહીદ સુભાષચંદ્રને અંતિમ વિદાય આપવા અંતિમ યાત્રામાં જોડાયા હતા. “ભારત માતાકી જય”અને ‘શહીદ વીર જવાન સુભાષચંદ્ર અમર રહો” ના નારાથી સરસવ ગામ ગૂંજી ઉઠ્યું હતું.

સુભાષચંદ્ર ની અંતિમયાત્રા માં સીમા સુરક્ષા દળ ના ઓફિસર સોહમ લાલા તેમજ તેમની સાથે આવેલ સ્ટાફ, વિજયનગર પોલીસ સબ ઇન્સ્પેકટર મેહુલ કોટવાલ, મામલતદાર પી.જી.ચૌહાણ, સાબરકાંઠા મેલેરિયા અધિકારી ડો.પ્રવીણ અસારી, રાજુભાઇ ડૂન સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

વિમલ પટેલ

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર