શારીરિક કસોટીના કોલલેટર OJAS વેબસાઈટ પર ન આવતા ભવિષ્યના પોલીસો મૂંઝાયા

ક્યારે આવશે કોલલેટર, ઉમેદવારો અકળાયા?

રાજ્યમાં પોલીસની PSIઅને LRDની ભરતી માટે આજે શારીરિક કસોટીના કોલલેટર OJAS વેબસાઈટ પર કોલ લેટર કરવાના હતા જોકે, વેબસાઈટ પર ન લેટર સાંજ સુધીમાં ન આવતા ભવિષ્યના પોલીસ ઉમેદવારો મૂંઝાયા ગયા છે. નોંધનીય છે કે, LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી કે, 26 નવેમ્બરથી લોકરક્ષક દળની પરીક્ષા માટે કોલ લેટર OJAS વેબસાઈટ પરથી ડાઉનલોડ થશે.

આજે 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરવામાં આવશે તેવી જાહેરાતના પગલે વહેલી સવારથી જ ઉમેદવારો OJASની વેબસાઇટ ઉપર કોલલેટરની તપાસ કરી રહ્યા છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ કે PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય દ્વારા કોલલેટર હજી સુધી કેમ વેબસાઇટ પર નથી મૂકવામાં આવ્યા તેની સોશિયલ મીડિયા કે વેબસાઈટ પર કોઈ જાહેરાત ન કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે અસમંજસ ભરી સ્થિતિ ઊભી થઈ છે અને દોડની પરીક્ષા લેવાશે કે કેમ તેની પણ ચિંતા કરી રહ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાત પોલીસની PSI અને લોકરક્ષક (LRD)ની ભરતીમાં 12 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આગામી 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ પર લેવામાં આવનાર છે. ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર આજે 26 નવેમ્બરથી OJASની વેબસાઇટથી ડાઉનલોડ થશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે સાંજે 5 વાગ્યા સુધી OJAS વેબસાઈટ પર કોલલેટર અંગેની માહિતી મૂકવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે ચિંતા અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી