આગામી બજેટ અદ્ભુત અને અભૂતપૂર્વ હશે : નાણામંત્રી

ઉદ્યોગ સંગઠનની બેઠકમાં નાણામંત્રીએ આપી હૈયા ધારણા

સંસદના આગામી બજેટ સત્રમાં અભૂતપૂર્વ અને આ પહેલા ક્યારેય પણ રજૂ ન થયું હોય તેવું અફલાતુન અને રોજગારી તથા આરોગ્યલક્ષી બજેટ રજૂ થવાનો ઇશારો ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યો છે. બજેટ સત્ર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાઇ શકે.. કેમ કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારીને કારણે શિયાળુ સત્ર રદ કર્યું છે.

વ્યાપારી સંગઠનના એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ એવી ખાતરી આપી કે આગામી બજેટ અત્યાર સુધી રજૂ ન થયું હોય તેવું અભૂતપૂર્વ હશે અને કોરના મહામારીને જોતા બજેટમાં આરોગ્ય તથા આરોગ્ય ક્ષેત્રે જંગી ફાળવણી કરવામાં આવશે.

તેમણે ઉદ્યોગકારોને એવી ખાતરી આપી કે મહામારીથી ઉદ્યોગોને પણ નુકસાન થયું છે તેથી તેમણે પોત્સાહન આપવા બજેટમાં વ્યાપક જોગવાઇ કરવામાં આવશે. તેમણે ઉદ્યોગકારો પાસેથી બજેટલક્ષી સુચનો પણ માગ્યા હતા.

નાણામંત્રીએ કહ્યું કે આગામી અભૂતપૂર્વ બજેટમાં આરોગ્ય ક્ષેત્રે રોકાણ અને ફાળવણી સરકારની પ્રાથમિકતા હશે. સરકારી દવાખાના કે હોસ્પિટલો માટે જ નહીં પરંતુ કોરના વોરિયર, ડોક્ટરો, નર્સો તથા ટેક્નોલોજી અને ઉપયોગમાં કુશળતા દર્શાવનાર ક્ષેત્ર માટે પણ ભંડોળ ફાળવવામાં આવશે. ટેલિમેડીસીનને લોકપ્રિય બનાવવા માટે પણ પૂરતા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર