હિંમતનગર : ગઢોડા ગેંગરેપની ઘટનામાં ગેંગનો સાથી ઝડપાયો..

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે ગત શુક્રવારના મધ્યરાત્રી બાદ સામુહિક દુષ્કર્મની હીન ઘટના બની હતી.જેમાં ખેત મજુરી કરતી શ્રમિક મહિલાને તથા તેના પરિવારને પાંચ અજાણ્યા શખ્સોએ એક ઓરડીમાં પૂરીને પતિ અને બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ કર્યો હતો.
આ ઘટનાની અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હિમતનગર આરટીઓ વિસ્તારમાં રાત્રીના ૩ વાગ્યાનાં અરસામાં એક સફેદ રંગની ગાડી વિજાપુર બાજુથી હિમતનગરમાં પ્રેવેશ કરતી દેખાઈ હતી. જે ઉમાશંકર બ્રીજ થઇને મોટી પુરા થઇને શામળાજી રોડ પર જાય છે ત્યાં થી હડીયોલ ગઢોડા રોડ પર જતી દેખાય છે.
આ કારની તપાસ કરતાં તે મોડાસામાં ચાંદ ટેકરી વિસ્તારની હોવાનું માલુમ પડ્યું હતું. તે દરમિયાન તેમની નજર ખેત મજુર મહિલા પર પડતા તેઓએ દુષ્કર્મ કરવાનો ઈરાદો નક્કી કરીને , ગાડી બગડી હોવાનું નાટક કરી ને પાણી માંગ્યું હતું અને પરિવારના તમામ સભ્યોને ઓરડીમાં પૂરીને દુષ્કર્મ આચર્યું હતું.
હાલ તો પોલીસે ચાંદ ટેકરી વિસ્તારમાં તપાસ કરીને એક શખ્સને ઝડપી પાડ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી