September 24, 2020
September 24, 2020

ગઢડા : સંતોએ નેવે મુકી મર્યાદા..! સાધ્વીનો શૌચક્રિયાનો વીડિયો કર્યો વાયરલ

ગઢવા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં..! સંતોએ કર્યું શર્મજનક કૃત્ય

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં મંદિરના સંત દ્રારા મહિલાના શૌચના વીડિયો વાયરલ કર્યા હોવાના આરોપો લાગ્યા છે. એક સાધ્વીએ આક્ષેપ કર્યો છે કે, મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ શૌચના સીસીટીવી ફૂટેજ વાઇરલ કર્યાછે. સાધ્વીએ જણાવ્યું હતું કે, હું શૌચ કરવા ગઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યા છે. હરિજીવન સ્વામી ઉપરાંત લક્ષ્મીનારાયણ સ્વામી, વિપુલ ભગત સહિતના સંતો પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસને આ મામલે અરજી આપવામાં આવી હોવા છતાં ફરિયાદ નથી નોંધવામાં આવતી.

હરીજીવન સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન છે. હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, મંદિરના સંતે મહિલા સાઘ્વીનો વીડિયો વાયરલ કર્યો છે. સંતોએ મહિલા સાધ્વીના શૌચ કરતો વીડિયો બનાવ્યો હતો. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

નોંધનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષની સાંખ્યયોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ લક્ષ્મીવાડીમાં આવેલી મોટી બા મંદિરની પૂજા-સેવાને લઈને છે. આરોપ છે કે થોડા દિવસ પહેલા મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ મોટી સંખ્યામાં પોલીસ બોલાવી હતી. જેણે લક્ષ્મીવાડી મંદિરના મુખ્ય દ્વાર બંધ કરી આચાર્ય પક્ષની મહિલાઓને પૂજા-અર્ચના કરતી રોકી હતી. સાધ્વીઓનો આરોપ છે કે આ એક રાજકારણનો ભાગ છે. તેમને બદનામ કરવા માટે આ પ્રકારનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

સાંખ્યયોગી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મંદિરના દેવ પક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુકી અને આ ફૂટેજ વાઇરલ કર્યો છે. ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યાંનો આક્ષેપ છે તે બંને સંતો દેવ પક્ષના છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે  23 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને 25મીએ આ ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યો છે. 

સાંખ્યયોગી મહિલાના જણાવ્યા મુજબ, ગઢડા પોલીસમાં અરજી કરી હતી પરંતુ FIR લેવાઈ નથી. અધર્મી લોકો કે જેઓ આ કામ કરે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોઠારી અને અન્ય પાર્ષદ પરેશાન કરી રહ્યા છે. હરિજીવન સ્વામી, વિપુલ ભગત અને લક્ષ્મીનારાયણ સ્વામી પોલીસને બોલાવી અમને પરેશાન કરે છે. સરકારમાં બેઠેલા દેવ પક્ષના લોકો તેમને સાથ આપે છે. 

 494 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર