ભાજપમાં જેમને નેક્સ્ટ PM તરીકે જોવામાં આવી રહ્યા છે અને જેઓ RSSના મુખ્ય મથક નાગપુરની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેવા નીતિન ગડકરીનું માનવું છે કે પુલવામાં આને બાલાકોટ મુદ્દાઓને રાજકારણ અને ચૂંટણીઓ સાથે જોડવું ન જોઈએ. ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષાની બાબત છે. અને તે સૌ ભારત વાસીઓને લાગુ પડે છે. જેમાં રાજકારણો હોવું ન જોઈએ.
એક અખબારને આપેલી મુલાકાતમાં ગડકરીએ વડાપ્રધાન પદની મહેચ્છાના સવાલના જવાબમાં કહ્યું કે, વાદપ્રધામ બનવાની તેમની કોઈ ઈચ્છા નથી. અમારા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. હું મહત્વકાંક્ષી વ્યક્તિ નથી. મારા માટે રાજકારણ એ સામાજિક અને આર્થિક સુધારા માટેનું સાધન છે.
અડવાણી અને મુરલી મનોહર જોશીને ટિકિટ કેમ ન આપવામાં આવી તેના જવાબમાં તેમણે કહ્યું કે, વધતી જતી ઉમર અને નિવૃત્તિ એ કુદરતી પ્રક્રિયા છે. જે દરેક સેક્ટરમાં જોવા મળે છે. અડવાણી અને જોશી ભલે ચૂંટણીના રાજકારણમાં હાલમાં નથી. છત્તા તેઓ અમારા સન્માનનીય નેતાઓ છે. અને અમારા માટે પ્રેરણા સમાન છે.
પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી અંગે તેમણે કહ્યું કે, દરેક રાજકીય પક્ષનો નિર્ણય છે કે તેમના નેતા કોણ હશે. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી અંગે કોઈ ટિપ્પણી કરવાનું કારણ હું જોતો નથી. કોંગ્રેસની વર્ષે 72 હજારની ન્યાય યોજના અંગે તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ ગરીબી હટાઓ કહે છે પરંતુ હજુ ગરીબી હટી નથી. કોંગ્રેસ માત્ર વાયદઓ કરે છે અમલ નહીં.
105 , 3