ગજેન્દ્ર સિંહ શેખાવતઃ પાકિસ્તાનમાં જતું પાણી પર રોક મુકવાનો વિચાર

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાકિસ્તાનમાં જતું પાણી પર રોક મુકવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, સિંધુ જળ સંધિ સિવાય જેટલું પાણી પાકિસ્તાનમાં જઇ રહ્યું છે તે અટકાવવામાં આવશે.

જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતે વધુમાં જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જે સિંધુ જળ સંધિ થઇ છે. તે સિવાયનું ભારતની નદીઓના હિસ્સાનું પાણી પાકિસ્તાનમાં વહીને જઇ રહ્યું છે તેને હવે અટકાવવામાં આવશે.

શેખાવતે કહ્યું કે, ‘આપણે ખેડૂતો માટે પાણીનો ઉપયોગ કરવા, આપણા દેશમાં વીજળી ઉત્પન્ન કરવા અને આપણા દેશના નાગરિકો માટે પીવા માટેના અમારા હકના પાણીનો ઉપયોગ કરીશું. મને લાગે છે કે આ અંગે કોઈને વાંધો ન હોવો જોઈએ. ઉપરાંત, તેના પર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ ઉભો ન થવો જોઈએ.

શેખાવતે કહ્યું કે, જે પાણી પાકિસ્તાન જઇ રહ્યું તેનો ઉપયોગ હવે ભારતમાં ખેતી અને વીજળી ઉત્યાદન માટે કરવામાં આવશે. જેનાથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને અન્ય રાજ્યના લોકોને રોકવામાં આવેલા પાણીથી ફાયદો થશે

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી