September 19, 2021
September 19, 2021

ભારતીય ભૂતપૂર્વ ઓપનર ગંભીર ભાજપમાં સામેલ, કહ્યું દેશ માટે સારું કરવા માંગું છુ

અગામી લોકસભાની ચૂંટણી યોજાવાને લઇ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઇ કમર કસવામાં આવી છે અને લોકસભાની દરેક બેઠકો જીતવા માટે વ્યૂહ રચના ઘડવામાં આવી છે ત્યારે ભારતીય ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. ગંભીર નાણા પ્રધાન અરુણ જેટલી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

નોંધનીય છે કે આ અંગે નાણાં પ્રધાન અરુણ જેટલીએ ભાજપ સતત વિસ્તરણ કરી રહ્યું છે, આ એપિસોડમાં ગૌતમ ગંભીર આપણી પાસે આવી ગયો છે. તેઓ દિલ્હીના નિવાસી છે, આ સમય દરમિયાન તેમણે ક્રિકેટ ક્ષેત્રે દેશનું નામ પણ પ્રકાશિત કર્યું છે તેમ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું.

તો આ તરફ ભાજપમાં જોડાયા બાદ ગૌતમ ગંભીરે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થયા છે અને તેઓ ભાજપ માટે સારા પ્રયત્ન કરશે તેમજ તેઓ દેશ માટે કંઈક સારું કરવા માંગે છે.

 75 ,  3