September 20, 2021
September 20, 2021

ધંધૂકા-બગોદરા હાઇવે નજીક હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

ઘાટલોડિયાની ત્રણ સહિત 4 મહિલાના મોત

ધંધુકા-બગોદરા હાઈવે પર ગઇકાલે વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 4 મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઈકો કાર પૂરપાટ ઝડપે જતી હતી ત્યારે આગળ ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અફળાઈ હતી.

એક સપ્તાહ પહેલાં જ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકો સહિત 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગઇકાલે હરિપુરા પાટિયા પાસે ઇકો કાર ટ્રક પાળછ અથડાતા ગમખ્વાર સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર ત્રણ ઘાટલોડિયાની મહિલા સહિત ચાર મહિલાઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફે મહામહેનતે બહાર કાઢી હતી. ઘટનાને પગલે ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃતકોના નામ

  • પાયલબેન જીગ્નેશભાઈ પટેલ (સૌદર્ય ટાવર, ઘાટલોડિયા)
  • શિલ્પાબેન દિનેશભાઇ પટેલ (શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા)
  • ચેતનાબેન રાજેશભાઈ મોદી (યજ્ઞપુરુષનગર સોસાયટી, ઘાટલોડિયા)
  • ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર(નારાયણકુટીર, રાયસણ, ગાંધીનગર)

 111 ,  1