વલસાડના ભિલાડ નજીક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત

પતિ-પત્ની સહિત 3નાં ઘટનાસ્થળે કરૂણ મોત, 4 લોકો ઘાયલ

રાજ્યમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટ્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારા મુકેશભાઈ કનાડુ ગામના રહેવાસી છે અને તેઓ પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા તેમજ ભાજપના અગ્રણી છે. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે અને કનાડુ બેઠકના સભ્ય હતા. મુકેશભાઈ પોતાની પત્ની સાથે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. તેમનું તેમજ તેમની પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે, જેને લઈ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી