ગાંધીજી…? એ વળી કોણ..? ના ભઇ ના, અમને શી ખબર..!

વિસરાતા સૂરની જેમ ભૂલાઇ રહ્યાં છે ગાંધીજી…

ગાંધીજીની ટીકા કરો…પ્રસિધ્ધ મેળવો…

યુપીના અધ્યક્ષે રાખી સાવંત સાથે કરી તુલના..

સરદાર સેના છે એમ ગાંધી સેના બની..?

ગાંધીજી કેમ માત્ર પોતડી જ પહેરતાં હતા..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું સ્વપ્ન હતું કે તેઓ કોઇ ભારતીય મહિલા સાથે લગ્ન કરે…..! આ વાત ખુદ બાઇડને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમની સાથેની ઓવલ ઓફિસમાં થયેલી સત્તાવાર મુલાકાતમાં હળવી પળોમાં કહી હતી..અને જો તેમ થયું હોત તો આજે અમેરિકાના પ્રથન સન્નારી-ફર્સ્ટ લેડી તરીકે કોઇ ભારતીય મહિલા બાઇડનના પત્ની તરીકે હોત..અને બાઇડન ભારતના દામાદ હોત…બની શકે કે સેલેબ્રીટીઝ કોઇ શહેરમાં જાય તો તેના વખાણ કરે તેમ ભારતના વડાપ્રધાન મળવા આવ્યાં તો ભારતીય મહિલાને પરણવાની વાત કરીએ તો ભારતવાસીઓ ખુશ થઇ જાય…!

આ મુલાકાતમાં બાઇડને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ ખાસ યાદ કર્યા અને સત્ય- અહિંસાનો સંદેશો આપ્યો.ગાંધીજીને કોઇ દેશના મહાનુભાવ ના ઓળખે એવુ તો બને જ નહીં…2, ઓક્ટોબર 2021ના રોજ જેમની 152મી જન્મજયંતિ છે અને શરાબીઓને એ દિવસ ગમતો નથી એવા ગાંધીજી વિષે કોઇ આમ અને તેમ બોલે તો જાણે કે ઠીક છે… એ તો બોલ્યા કરે..એવુ તો ચાલ્યા કરે.. પણ સરદાર પટેલ વિષે કોઇ આડુ કે અવળુ બોલે તો…જવાબ આપવા સરદાર સેના બની પણ ગાંધીજી વિષે કોઇ એલ કે ફેલ બોલે તો જવાબ આપવા છે કે બની ગાંધી સેના…?

વિશ્વમાં કે ભારતમાં ગાંધીજીની પ્રતિમા તોડી નાંખવાની ઘટના બને છે..એકાદ બે બોલે અને મામલા રફાદફા…એવું જ કંઇક હમણાં થયું. ના, એમાં ગાંધીજીની પ્રતિમાં તોડવામાં આવી નથી પણ ગાંધીજીના વસ્ત્રોને લઇને બોલે તો તુલના કરવામાં આવી. 20 સપ્ટેમ્બર, 2021, સોમવારના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સ્પીકર અને ઉન્નાવ જિલ્લાના ધારાસભ્ય હૃદય નારાયણ દીક્ષિતે મહાત્મા ગાંધીના ઉલ્લેખ સાથે કહ્યું- ગાંધીજી ઓછા કપડાં પહેરતા હતા તો દેશે તેમને બાપૂ કહ્યા, પરંતુ એવું નથી કે ઓછા કપડાં પહેરવાથી કોઈ બૌદ્ધિક બની જાય…અને જો ઓછા કપડાં પહેરવાથી કે કપડાં ઉતારવાથી કોઈ મોટા માણસ બની જતાં હોત તો આજે રાખી સાવંત મહાત્મા ગાંધી કરતા પણ દિગ્ગજ હોત…! દીક્ષિતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને પછી સમંજાયુ કે બાબા લોચા હો ગયા એટલે વિવાદ અને ટીકા બાદ હવે તેમણે બીજા નેતાઓની જેમ આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી.

તેમણે ખુલાસા ટ્વીટમાં લખ્યું-, સોશિયલ મીડિયા પર કેટલાક મિત્રો મારા ભાષણના એક વીડિયો અંશને અન્યથા અર્થોના સંકેત સાથે પ્રસારિત કરી રહ્યા છે. વાસ્તવમાં તે ઉન્નાવના પ્રબુદ્ધ સંમેલનમાં મારા ભાષણનો અંશ છે. તેમાં સંમેલન સંચાલકે મારો પરિચય આપતી વખતે મને પ્રબુદ્ધ લેખક ગણાવ્યો હતો. મેં એ બિંદુ પર વાત આગળ વધારતા કહ્યું કે, કેટલાક પુસ્તકો અને લેખો લખવાથી જ કોઈ પ્રબુદ્ધ-બુધ્ધિશાળી નથી બની જતું. મહાત્મા ગાંધી ઓછા કપડાં પહેરતા હતા, દેશે તેમને ‘બાપૂ’ કહ્યા. પરંતુ તેનો અર્થ એવો નથી કે, રાખી સાવંત પણ ગાંધીજી બની જશે. મિત્રગણ મારા ભાષણને વાસ્તવિક સંદર્ભમાં જ ગ્રહણ કરવાની કૃપા કરે… આભાર….!

આ નિવેદનથી રાખી સાવંત રાજી થઇ કે કેમ એ તો તેઓ જાણે અને તેમના સુધી આ વાત તો પહોંચી જ હશે…અને પોતાના વસ્ત્રપરિધાન અંગે પોતાની જાત સાથે જ વિચારવિમર્શ કર્યું હશે- ક્યાં મૈં ઐસી લગતી હું…ક્યાં કમ કપડે મેં મૈં ગાધીજી લગતી હું…? બને કે રાખી સાવંત મોંઘવારીમાં પૈસા બચાવવા ઓછા કપડાંથી ચલાવી લેતી હશે… પણ ગાંધીજીએ માત્ર ધોતી કે પોતડી કાંઇ બચત માટે નહોતા પહેરતાં.

દ.આફ્રિકામાં સત્ય અને અહિંસાના પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ 1915માં ભારત આવ્યાં બાદ રામકૃષ્ણ ગોખલેને કહ્યું કે તેઓ ભારતને આઝાદ કરાવવા અંગે કાંઇ યોગદાન આપવા માંગે છે. ગોખલેએ કહ્યું કે તમારા વિચારો સારા છે પણ તે પહેલાં ભારત કેવુ છે તે જાણવા માટે ભારતનો પ્રવાસ કરો અને તેમના કહેવાથી ગાંધીજી ભારત ભ્રમણે નિકળ્યા ત્યારે ભારતની ગરીબી..લાચારી..વસ્ત્રો માટે ખાસ કરીને મહિલાઓની મજબૂરીને જોઇને એવો સંકલ્પ કર્યો હતો કે તેઓ હવે ઓછામાં ઓછા કપડાં પહેરશે જેથી તેમને ભારતની લાચારી સતત યાદ રહે…….!

રાખીબુન કેમ ઓછ વસ્ત્રો પરિધાન કરે છે એ તો તેઓ જાણે પણ તેમની સાથે ગાંધીજીની સરખામણી ઘણાંને કુછ હજમ નહીં હુવા..વિધાનસભા અધ્યક્ષે પછી ખુલાસો કર્યો પણ એવા ખુલાસા બંદૂકમાંથી ગોળી નિકળ્યા બાદ ખાલી થયેલી કારતૂસને મલમપટ્ટી કરવા સમાન કહી શકાય. કેટલાક વળી અળવિતરાં એવો પણ સવાલ કરે કે રાખી સાવંત કમ સે કમ કપડાં પહને હૈ ઉકા જાનકારી સદન કે અધ્યક્ષ કો કૈસે હુવા..?! અરે ભાઇ હમકા કી પત્તા હમ કા રાખી કે આગે પીછે ઘૂમત હૈ કા,…? કેટલાક નેતાઓ તો વળી કેમેરાની સામે ગર્વ ભેર બોલ્યા હોય અને વિવાદ થાય એટલે અરે રફતા રફતા તો દેખો આંખ મેરી લડી હૈ…ગીતમાં ચુલબુલી રેખા કહે છે તેમ કહે- અરે મૈંને ઐસે તો નહીં કહા થા…!

ગાંધી જયંતી નજીકમાં છે. એ દિવસ ડ્રાય ડે હોય છે એટલે ઠેકેવાલી શરાબ કી દૂકાને બંધ..કેમ કે ગાંધીજી નશાબંધીના પ્રખર હિમાયત હતા. તેઓ કહેતા કે જો એકવાર તેમને હિન્દુસ્તાન પર શાસન કરવાની સત્તા મળે તો આખા દેશમાં નશાબંધી દાખલ કરી દઉ..! દુનિયાનો કોઇ એવો વિષય નહી હોય કે જેના વિષે ગાંધીજીએ લખ્યું ન હોત…બે હાથે લખી શકતા ગાંધીજીને 152મી જન્મજયંતીએ યાદ કરીએ અને નવી પેઢીને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પુસ્તક ભેટ આપીએ…કેમ કે પુસ્તકો જ સાચા મિત્ર છે,મોબાઇલવાળા નહીં..!

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી