ગાંધીજીએ સરદાર-નેહરૂને કહ્યું – વિનાશકાળે વિપરિત બુધ્ધિ..!

ઝાંસી કી રાની બોલી-વાહ બેટી, પૈસા લેકર મુઝે હી ભૂલ ગઇ..

ભીખરૂપી ગોળીઓથી તમામ સ્વાતંત્ર્યસેનાનીઓ હણાઇ ગયા..

વીર ભગતસિંહ વિચારે છે- આવા લોકો માટે ફાંસીએ લટક્યો..?

લોખંડી પુરૂષે પણ બે હાથ જોડીને ભીખ માંગી હતી..?

કૌન હે..યે લોગ..? કહાં સે આતે હૈ…? ક્યા બોલતે હૈ..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

12 નવેમ્બર, 1947માં એટલે કે 15 ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળ્યા બાદ મહાત્મા ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયો-આકાશવાણી- પરથી સંબોધન કર્યું હતું. વિભાજનને કારણે નવા બનેલા દેશ પાકિસ્તાનથી આવેલા ભારતના શરણાર્થીઓને સંબોધવા માટે ગાંધીજીએ પહેલીવાર રેડિયોનો ઉપયોગ કર્યો હતો. શરણાર્થીઓની વચ્ચે તે સમયનો મોટો રેડિયો મૂકીને ગાંધીજીને સંભળાવવામાં આવ્યાં હતા.

સ્વર્ગલોકમાં હલચલ મચી ગઇ….રેડિયો ઇન્દ્રવાણી પરથી જાહેરાત થઇ અને કોઇ આમ દોડે ને કોઇ તેમ દોડ અને એકબીજાને કહેતા જાય-ના ચાલે…ના ચાલે..આવુ તો ના જ ચાલે…ચાલો આપણે ગાંધીબાપૂ પાસે જઇએ અને તેમને જ કહીએ કે બાપૂ હવે તમે જ આનો કોઇ રસ્તો કાઢો…! સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, સરદાર રાણા, મંગલ પાંડે, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઇ, સરોજિની નાયડૂ, સરદાર પટેલ અને નેહરૂ આકૂળ વ્યાકૂળ થઇ ગયા. આવું…? સાવ આવુ બોલવાનું…? ના..ના.. આ ભગતસિંહે ભર યુવાનીમાં હસતાં હસતાં ફાંસીનો ફંદો ગળામાં નાંખ્યો તે આઝાદીની ભીખ માટે ગળામાં નાંખ્યો હતો…? સુભાષચંદ્રે અંગ્રેજો પાસેથી આઝાદીની ભીખ માંગી હતી કે માઇબાપ….અમને આઝાદી આપો જ આપો..ભગવાન તમારી ભલુ કરે…હું આઝાદ હિન્દ ફોજ વિખેરી નાંખીશ…?!

મંગલ પાંડે, તમે તો કાંઇ બોલો…તમે આઝાદીની ભીખ માંગી હતી કે હક્ક માંગ્યો હતો…?! તમે તો ભારતના આઝાદીની લડાઇના પ્રથમ બલિદાન આપનાર છો.આવુ ચાલે..? તમને પણ ભીખારો કહે છે…! સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે અને એ હું લઇને જ રહીશ…એમ લોકમાન્ય તિલકે કહ્યું હતું તો તેમણે અધિકારની રૂએ આવી માંગણી કરી હતી, કાંઇ અંગ્રેજોના પગે પડીને એમ નહોતું કહ્યું કે, સ્વરાજ મારી ભીક્ષા છે અને તે હું લઇને જ રહીશ…? બોલો. તિલકજી…બોલતા કેમ નથી…?!

રાણી લક્ષ્મીબાઇ, તમે અંગ્રેજોની સામે લડ્યા હતા કે ભીખ માંગી માંગી હતી…? ના..ના, હું તો ઘોડે ચઢીને ખૂબ લડી હતી…ખૂબ લડી હતી આઝાદી માટે. મેં કાંઇ બે હાથ જોડીને ભીખ માંગી નહોતી.. મણિકર્ણિકા નામની ફિલ્મમાં મારુ પાત્ર ભજવનાર કંગનાને ખબર નહોતી કે હું કોણ હતી અને અંગ્રેજોને કેવા હંફાવ્યાં હતા..? મારૂ પાત્ર ભજવવા રોકડા કરી લીધા અને હવે એમ કહે છે કે મેં આઝાદી ભીખમાં માંગી હતી…! આ બાઇ વિશ્વાસને પાત્ર નથી. મતલબ નિકલ ગયા તો પહચાનતે નહીં…જેવી લાગે છે..!

સરદાર પટેલ, તમે બારડોલી સત્યાગ્રહમાં ગોરા પોલીસની લાઠીઓ કેમ ખાધી..? શું તમે પણ અંગ્રેજોની સામે બે હાથ જોડીને એમ કહ્યું હતું કે હે સમ્રાટ, દયા કરીને અમને આઝાદી આપો…? સરદારે ત્રાડ નાંખી-કોણ કહે છે એવું કે મેં આઝાદીની ભીખ માંગી હતી….? લાવો એ અજ્ઞાનીને મારી સામે…! કોણ છે એ..? હે, અસરદાર સરદાર, એનું નામ કંગના રનૌત છે….! નામ સાંભળીને સરદાર “સ્ટેચ્યૂ” બની ગયા…

ભારતની આઝાદી માટે ગોરા અંગ્રેજોની ગોળીઓ છાતી પર ઝીલનારા, જલિયાવાલા બાગમાં ભોગ બનનારા, મંગલ પાંડેથી લઇને તમામ આઝાદીના હજારો મતવાલા ધૂંઆપૂંઆ થતાં થતાં હાથમાં સ્વર્ગલોક ટાઇમ્સની કોપીઓ લઇને ધમ..ધમ..ધમ..કરતાં કરતાં બાપૂની કૂટિરની બહાર પહોંચ્યા. શોરબકોર શરૂ થઇ ગયો….ના ચાલે..ના ચાલે…સરદાર અને નેહરૂએ સૌને શાંત પાડ્યા અને ધીમે રહીને કૂટિરમાં પ્રવેશ્યા. બાપૂ પોતડી પહેરીને ધ્યાનમુંદ્રામાં બબડી રહ્યાં હતા- ભીખ માંગી…?! મેં આઝાદી માટે ભીખ માંગી હતી…?! ધીમે રહીને સરદાર બોલ્યા- બાપૂ…અમે બધા આપને મળવા આવ્યાં છીએ. બાપૂએ આંખો ખોલીને જોયુ અને કહ્યું- સરદાર…નેહરૂ….આવો..બેસો..

સરદાર અને નેહરૂ બોલ્યા-બાપૂ, આ શું ચાલી રહ્યું છે હિન્દુસ્તાનમાં…? તમે સાંભળ્યું…અમને ભીખારી કહ્યાં…અમે ગોરાઓની સામે ઘૂંટણીયે પડીને હાથ જોડીને પગે પડીને, મહારાણી વિકટોરિયાની આરતી ઉતારીને રડમસ ચહેરે આજીજીજી કરીને એમ કહ્યું હતું કે, હે ભાગ્યવિધાતા… અમે તમારી સામે ભીખ માંગીએ છીએ કે અમને ભિક્ષાન દેહીં… ભિક્ષાન દેહીં…આઝાદી ભિક્ષાન દેહી…! આ આપણો નવલોહિયો ભગતસિંહ કેટલી ઉંમર હતી એની…? મેરા રંગ દે બસંતી ચોલા….કહીને ફાંસીએ ચઢી ગયો…! તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા..એમ કહેનાર સુભાષચંદ્ર બોઝને આઝાદી માટે ગોરાઓની સામે લડવા આઝાદ હિન્દ ફોજની રચના શા માટે કરવી પડી..? શું તેમણે પણ ભીખ માંગી હતી…? મેં પણ જો ભીખ માંગી હોત તો મને “સરદાર”નું બિરૂદ પણ ના મળ્યું હોત..! કોઇ “રાયબહાદૂર”નો વિકટોરિયન ઇલકાબ મળ્યો હોત…બાપૂ, હવે તો હદ થાય છે હદ…1857થી લઇને 1947 સુધી શું અમે આઝાદી માટે ભીખ માંગી…? કાંઇ કરો..કાંઇ તો બોલો…

બાપૂએ શાંતચિત્તે સાંભળ્યું. બન્નેને હાથના ઇશારાથી બેસવા કહ્યું. રેંટિયો કાઢ્યો અને ધીમે ધીમે ધ્રજતા હાથે રેંટિયો ચલાવતા ચલાવતા સરદાર-નેહરૂને કહ્યું- સરદાર, વિનાશકાળે વિપરિત બુધ્ધિ…!! 11 નવેમ્બર, 2021ના રોજ ટાઇમ્સ નાઉના કાર્યક્રમમાં બધાની વચ્ચે સ્ટેજ પર મારી શાબ્દિક હત્યા થઇ..અને આ વખતે તો હત્યા બાદ લોકો મારા માટે આંસુ સારવાને બદલે, નેહરૂ.. તેં જોયુ ને..પેલી બાઇને કોઇએ રોકવાને બદલે- ટોકવાને બદલે આઝાદી ભીખમાં મળી એમ સાંભળીને લોકો તાળીઓ પાડતા હતા…સરદાર, હું તો વહેલો આવી ગયો પણ તું કેવુ ભારત મૂકીને આવ્યો..?! સરદાર, આ વખતે 3 ગોળીઓ નહીં પણ ભીખવાલી આઝાદી..ના આરોપવાળી હજારો ગોળીઓથી ભારતની આઝાદી માટે મરી ફિટનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સેંકડો લોકોની તાળીઓના ગડગડાટની વચ્ચે એક બાઇએ હણી નાંખ્યા..!!!!!!! હજુ કાંઇ ખૂટે છે… હે રામ…!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી