વડોદરાવાસીઓ માટે 48 કલાક કપરાં, અતિ ભારે વરસાદની આગાહી, CMએ બેઠક યોજી

આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જીલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. માત્ર ચાર કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ વરસતા, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરીછે. બે આઇ એ એસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી છે.

8 વાગ્યા પછી સુરતથી એકપણ ટ્રેન વડોદરા કે અમદાવાદ તરફ રવાના કરવામાં આવી નથી. અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનને થોભાવવામાં આવી છે. સુરતથી અમદાવાદ વડોદરા તરફ આવતી જતી અંદાજે 20 જેટલી ટ્રેનોને અસર છે. જ્યારે 12917-ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, 19309-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ, 11463-સોમનાથ-જબલપુર એક્સપ્રેસ, 19422-પટના-અમદાવાદ એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વયં વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારના લોકો ના સલામત સ્થળે ખસી જવા અને સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકો ને અનુરોધ કર્યો છે. વડોદરામાં સવારના છ વાગ્યાથી અત્યાર સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. જોકે,

વડોદરાવાસીઓ આગામી 48 કલાક વધારે કપરાં રહેશે. આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતું કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરાઇ છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી