ગાંધીનગર : ટાઇક્વોન્ડો ચેમ્પિયનશીપમાં અમદાવાદના બાળકોએ જીત્યા ગોલ્ડ મેડલ

વસ્ત્રાલની એડવાન્ટેજ ટાઇક્વોન્ડો એકેડેમીના બાળ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

ગાંધીનગર ખાતે યોજાયેલ ટાઇક્વોન્ડો ચેમ્પિયનશીપમાં સાત બાળકોએ મેડલ હાંસલ કર્યો છે. જેમાં ચાર બાળ ખેલાડીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે એકને સિલ્વર તેમજ બે બાળકોને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં જિમખાનુ ગુજરાત ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ફર્સ્ટ સ્ટેટ ટાઇક્વોન્ડો ચેમ્પિયયનશીપમાં વસ્ત્રાલની એડવાન્ટેજ ટાઇક્વોન્ડો એકેડેમીના બાળ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એકેડેમીના માસ્ટર સૌરભ શિકલીગર પાસે તાલીમ લઇ રહેલા બાળકોએ આગવી સિદ્ધી હાંસલ કરી હતી. જેમાં સ્વામી યુવાન, ભવ્ય પંચાલ, કર્મ પટેલ તેમજ આચાર્ય હેતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જ્યારે તન્વી પંચાલને સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે સ્વામી ઉત્પલ, આરાધ્યાને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી